બારડોલીઃ કોરોના સંક્રમણને અટકાવવા સમગ્ર વિશ્વ અને દેશમાં નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં લોક જાગૃતિના સૂત્રો અને ચિત્રોનો ઉપયોગ કરી લોકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવે છે. મહુવા પોલીસ બાદ હવે બારડોલી પોલીસની પણ આ અંગે સરાહનીય કામગીરી સામે આવી છે. શહેર પોલીસ દ્વારા શહેરના રસ્તાઓ પર કોરોનાથી સાવચેત રહેવા માટેના સ્લોગન લખવામાં આવ્યા છે. જેમાં ‘ઘરમાં રહો સુરક્ષિત રહો’, ‘તમારી જાગૃકતા જ, કોરોનાને હરાવશે’ અને ‘સોશિયલ ડિસ્ટન્સ જાળવો’ જેવા સ્લોગન રસ્તાઓ પર લખ્યા છે.
આ મહામારીથી બચવા સતત પ્રયાસો થઈ રહ્યા છે. આવા પ્રયાસોને સફળ બનાવવા માટે લોકોએ પણ તંત્રને સહકાર આપવો આવશ્યક છે જેથી સુરક્ષાકર્મીઓને પણ થોડી રાહત મળે અને લોકો પણ સુરક્ષિત રહે.