ETV Bharat / state

બારડોલીમાં રીંગણ ખરીદતી ગૌસેવા સમિતિ, સારા ભાવે ખરીદી દલાલો અને વેપારીઓની સિન્ડિકેટને બોધ આપ્યો

બારડોલીના શાકભાજી ખેડૂતો દ્વારા રીંગણનો પાર રસ્તા પર ફેંકી દેવા મામલે ખળભળાટ મચ્યો હતો. ત્યારે આ ખેડૂતોની વ્હારે બારડોલી એપીએમસી (Bardoli APMC )તો નથી આવી પણ ગૌસેવા સમિતિ (Gau Seva Samiti Bought Brinjal From Farmers )આવી છે. સમિતિએ રીંગણ 100 રુપિયે મણના ભાવે ખરીદી (Bardoli Gau Seva Samiti Bought Brinjal )સાવ સસ્તામાં લોકોને વેચ્યાં છે.

બારડોલીમાં રીંગણ ખરીદતી ગૌસેવા સમિતિ, સારા ભાવે ખરીદી દલાલો અને વેપારીઓની સિન્ડિકેટને બોધ આપ્યો
બારડોલીમાં રીંગણ ખરીદતી ગૌસેવા સમિતિ, સારા ભાવે ખરીદી દલાલો અને વેપારીઓની સિન્ડિકેટને બોધ આપ્યો
author img

By

Published : Dec 14, 2022, 8:55 PM IST

સમિતિએ રીંગણ 100 રુપિયે મણના ભાવે ખરીદી સસ્તા ભાવે લોકોને વેચ્યાં

બારડોલી રીંગણ પકવતા ખેડૂતોના થઈ રહેલા શોષણને લઈ બારડોલી વિભાગ ગૌસેવા સમિતિ આગળ આવી છે. બુધવારે સવારે ગૌસેવા સમિતિની ટીમે (Gau Seva Samiti Bought Brinjal From Farmers ) ખેડૂતો પાસેથી 100 રૂપિયા પ્રતિ મણના ભાવે રીંગણની ખરીદી (Bardoli Gau Seva Samiti Bought Brinjal )કરી હતી અને ગ્રાહકોને પણ 10 રૂપિયા પ્રતિ કિલોના વ્યાજબી દરે વેચાણ કરતા ખેડૂતો અને ગ્રાહકો બંનેમાં આનંદની લાગણી જોવા મળી હતી. બારડોલી એપીએમસીબારડોલી એપીએમસી (Bardoli APMC )ના દલાલો અને વેપારીઓની સિન્ડિકેટ (Criticism of Syndicates of Brokers and Traders )તોડવા માટે કરવામાં આવેલ આ પ્રયોગની વિસ્તારમાં ભારે સરાહના થઈ હતી.

યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ રીંગણ રસ્તા પર ફેંકી દીધા હતા બારડોલીના શાકભાજી માર્કેટમાં મંગળવારના રોજ યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂતોએ રીંગણ રોડ પર ફેંકી દઈ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની દયનીય હાલત જોઈ બારડોલી ખેતીવાડી ઉત્પન્ન સમિતિ બારડોલી એપીએમસી (Bardoli APMC )ની જગ્યાએ બારડોલી વિભાગ ગૌસેવા સમિતિ (Gau Seva Samiti Bought Brinjal From Farmers )તેમની વ્હારે આવી હતી અને બુધવારે વહેલી સવારે માર્કેટમાં પહોંચી 100 રૂપિયે પ્રતિ મણ (20કિલો)ના ભાવથી રીંગણની ખરીદી (Bardoli Gau Seva Samiti Bought Brinjal )કરી હતી. ખેડૂતોને કિલો દીઠ ચાર રૂપિયા વધુ મળતા ગૌસેવા સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સરકાર દ્વારા શાકભાજીના પણ ટેકાના ભાવ નક્કી કરવામાં આવે તેવી માગ કરી હતી.

આ પણ વાંચો બારડોલીમાં એક મણ રીંગણના ભાવ 20 રૂપિયા, ખેડૂતોએ રીંગણ રસ્તા પર ફેંક્યા

વેપારીઓ સાથે મિલિભગત બારડોલીના શાકભાજી માર્કેટમાં દલાલો અને વેપારીઓ વચ્ચે ચાલતી મિલિ ભગતને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી શકતો. મંગળવારના રોજ એક મણ રીંગણના માત્ર 20 રૂપિયા ખેડૂતોને મળતા ખેડૂતોએ રીંગણ રસ્તા પર ફેંકી દીધા હતાં. આ ઘટનાને લઈને વેપારીઓ અને દલાલોની (Criticism of Syndicates of Brokers and Traders )બારડોલી એપીએમસી (Bardoli APMC )સાથે સાથે સ્થાનિક નેતાઓ અને સહકારી આગેવાનોની પણ સોશ્યલ મીડિયા પર ખૂબ જ આલોચના થઈ હતી.

આ પણ વાંચો ચક્રવાત 'મૈડુસ'ને લઈને ખેડૂતો ચિંતામાં, પાકને ભારે નુકસાનીનો ભય

ગૌસેવા સમિતિએ ખેડૂતો પાસે રીંગણ ખરીદવાનું નક્કી કર્યું ત્યારે બારડોલી વિભાગ ગૌસેવા સમિતિ (Gau Seva Samiti Bought Brinjal From Farmers )દ્વારા રાતોરાત ખેડૂતોના રીંગણ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 100 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે સમિતિ દ્વારા રીંગણ ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેની જવાબદારી છે તે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની જગ્યાએ ગૌસેવા સમિતિએ આ બીડું (Bardoli Gau Seva Samiti Bought Brinjal )ઉપાડી લેતા તેના કાર્યકરોની સરાહના થઈ હતી. ગૌસેવા સમિતિએ ખેડૂતો પાસેથી રીંગણની 100 રૂપિયે મણનાં ભાવે સીધી ખરીદી કરી હતી.

8 હજાર કિલો રીંગણની ખરીદી કરી ગૌસેવા સમિતિએ (Gau Seva Samiti Bought Brinjal From Farmers )અંદાજિત 8 હજાર કિલો જેટલા રીંગણ ખરીદી કર્યા હતા. લોકોને 10 રૂપિયે કિલો પ્રમાણે વેચાણ કર્યું હતું. આ વેચાણથી એકત્રીત થયેલી તમામ રકમ ગૌશાળાના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે એમ ગૌસેવા સમિતિના કાર્યકરોએ જણાવ્યુ હતું. ખેડૂતોએ પણ આ અંગે ગૌસેવા સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો.

મહારાષ્ટ્રની જગ્યાએ ગુજરાતનું શાકભાજી ખરીદવાની માગણી રીંગણનું વેચાણ કરવા આવનાર ખેડૂત પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુ હતું કે, એક તરફ બિયારણ, ખાતર અને ખેત મજૂરીનાં વધતા ભાવો અને બીજી તરફ 3 મહિનાની મહેનત બાદ પણ ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી. આવા સમયે એ.પી.એમ.સી એ બારડોલી એપીએમસી (Bardoli APMC ) આગળ આવી ખેડૂતોનું શાકભાજીના ભાવોને લઈ શોષણ થતું અટકાવવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મહારાષ્ટ્રથી આવતા શાકભાજી (Vegetables From Maharashtra )ખરીદી કરવાની જગ્યાએ ગુજરાતના જ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે રીતે શાકભાજી ખરીદી કરવામાં આવે તો ખેડૂતોની મહેનતનું વળતર તેઓને મળી રહે. યોગ્ય ભાવ ન મળશે તો આગામી દિવસોમાં ખેડૂતો ખેતી છોડી નોકરી અને વેપાર તરફ વળશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી.

એકત્રિત થયેલી રકમ ગૌસેવા માટે ઉપયોગમાં લેવાશે ગૌસેવા સમિતિના (Gau Seva Samiti Bought Brinjal From Farmers ) ધર્મેશ પટેલે જણાવ્યુ હતું કે, ખેડૂતોને ગતરોજ થયેલા અન્યાયને લઈ અમારી ટીમ આગળ (Bardoli Gau Seva Samiti Bought Brinjal )આવી છે. અમે 100 રૂપિયે પ્રતિ મણના ભાવે રીંગણ ખરીદી કરી છે. ગ્રાહકોને આ રીંગણ 10 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે રકમ પણ દાનપેટીમાં જ લેવામાં આવી રહી છે. એકત્રિત થયેલી તમામ રકમ ગૌસેવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. વેચાણ નહીં થાય તો બાકીના રીંગણ ગાયમાતાના ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.