ETV Bharat / state

સુરતમાં જાહેરમાં ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ, જાહેરનામાનો ભંગ કરશે તો થશે કાયદેસરની કાર્યવાહી - રખડતાં ઢોરોને લઈ મનપા એલર્ટ

સુરત શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા મનપા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. (notification by Surat police to remove stray cattle problem) જેમાં જાહેર માર્ગ, ફૂટપાથ તથા જાહેર સ્થળો પર કોઈ પણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.(Ban on public sale of fodder) આ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત 60 દિવસમાં ઢોરોના માલિકોએ ફરજીયાતપણે ઢોરોનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

કમિશનર
કમિશનર
author img

By

Published : Dec 18, 2022, 9:16 AM IST

સુરત: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. (problem of stray cattle is increasing) જેના લીધે લોકોના ઈજાગ્રસ્તથી માંડીને મોત થવા સુધીની ઘટનાઓ સર્જાઈ રહી છે. જેને પગલે સુરતમાં જાહેર સ્થળો પર કોઈ પણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. (Ban on public sale of fodder)

કમિશનર
કમિશનર

મનપા એલર્ટ: સુરત પોલીસ કમિશનર દ્વારા ઢોરની સમસ્યા નાથવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. (notification by Surat police to remove stray cattle problem) સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જાહેર માર્ગ, ફૂટપાથ તથા જાહેર સ્થળો પર કોઈ પણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા ઘાસચારો નાખવા તેમજ રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

પ્રજામાં ભયનું વાતાવરણ: જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે શહેરમાં રખડતા ઢોરોનો ઉપદ્રવ કેટલા સમયથી વધી ગયો છે તેમજ ભૂતકાળમાં રખડતા ઢોરોના કારણે માર્ગ અકસ્માતમાં વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે. આ પ્રકારે રખડતા ઢોરોના કારણે આમ પ્રજામાં ત્રાસ અને ભયનું વાતાવરણ ઉત્પન્ન થયું છે. જેથી આ પ્રકારના ભય અને ત્રાસને દૂર કરવા અને રખડતા ઢોરોની પ્રવૃતિને કાબુમાં લઈ માર્ગ અકસ્માત નિવારવા માટે મનપા દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: AMC એક્શન મોડમાં, રખડતા ઢોરની નબળી કામગીરીને કારણે બે અધિકારીને કર્યા સસ્પેન્ડ

ઢોરોનું ફરજિયાત રજિસ્ટ્રેશન: સુરતમાં વસવાટ કરતા તમામ ઢોરોના માલિકોએ 60 દિવસમાં પોતાની માલિકીના ઢોરોને સુરત મહાનગર પાલિકા તરફથી લગાડવામાં આવનાર ટેગ તથા ચિપ લગાવડાવવી ઢોરોનું રજીસ્ટ્રેશન ફરજીયાતપણે કરાવી લેવાનું રહેશે. ટેગ તથા ચિપ લગાડેલ ઢોરોની માલિકી બદલાય તો રજીસ્ટ્રેશન કરાવેલા ઢોરોના માલિક દ્વારા વેચાણ, ગીરો, બક્ષિસ, અથવા વારસાઈ રૂપે માલિકી હક બદલાતાં તેની જાણ જાતે સુરત મહાનગરપાલિકામાં કરવાની રહેશે. એ જ પ્રમાણે જો ઢોરોનું મરણ થાય તો પણ તેની જાણ તેના માલિકે સુરત મહાનગરપાલિકામાં કરવાની રહેશે.

નિયમોના ભંગ બદલ કાર્યવાહી: રખડતાં ઢોરથી માર્ગ અકસ્માત નિવારવા અને આમ જનતાની સલામતી હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે આવતાં ફેબ્રુઆરી સુધી જારી રહેશે. આ જાહેરનામના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.