- અજાણ્યા વાહને મારી ટક્કર
- ગંભીર ઇજા થતાં સ્થળ પર જ થયું મોત
- વાહન ચાલક વાહન લઈને નાસી છૂટ્યો
સુરતઃ બારડોલી તાલુકાનાં અસ્તાન ગામની સીમમાં સાઈ મંદિર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજયું હતું. મૃતક વ્યારા સેશન્સ કોર્ટમાં બેલિફ તરીકે નોકરી કરતાં હતા.
મૃતક વ્યારા સેશન્સ કોર્ટમાં નોકરી કરતા હતા
બારડોલી તાલુકાના સુરજ નગરમાં રહેતા નટવરભાઇ ઈશ્વરભાઈ ચૌધરી તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે આવેલી સેશન્સ કોર્ટમાં બેલિફ તરીકે નોકરી કરતાં હતા. માંડવીથી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.
અકસ્માતમાં એક બાઇક ચાલકનું મોત
સોમવારના રોજ નટવરભાઇ કામ અર્થે માંડવી ગયા હતા, ત્યાંથી સાંજના સમયે પરત ઘરે ફરી રહ્યા હતા. તે સમયે કડોદ બારડોલી રોડ પર અસ્તાન ગામની સીમમાં ધામદોડ સાઈ મંદિરથી આગળ સામેથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને ટક્કર મારતા તેઓ બાઇક સાથે નીચે પટકાયા હતા.
પોલીસે તપાસ હાથ ધરી
ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું. ઘટના અંગે બારડોલી પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમની કામગીરી શરૂ કરી હતી.