ETV Bharat / state

Baba Bageshwar in Gujarat : સુરતમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, પ્રવચનમાં કહ્યું- પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું - undefined

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને સમર્થકોની ભીડ જોવા મળી હતી. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભક્તોની સમસ્યાને સાંભળી હતી.

નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબારનું આયોજન

author img

By

Published : May 26, 2023, 9:24 PM IST

Updated : May 26, 2023, 9:48 PM IST

નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબારનું આયોજન

સુરત: બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના અલગ અલગ શહેરોમાં 10 દિવસ સુધી દિવ્ય દરબાર અને કથા કરશે. જેને લઈને આજે સુરતના નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે બાબા બાગેશ્વરના પ્રથમ દિવ્ય દરબારની શરૂઆત થઈ હતી. મંચ પર પહોંચીને ધીરેન્દ્ર શાસ્ત્રીએ પૂજા કરી હતી અને લોકોનું અભિવાદન કર્યુ હતું. બાબાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

પ્રવચનમાં શું કહ્યું: આ દરમિયાન બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રવચન આપ્યું હતું. ગુજરાતીમાં કેમ છો... કહીને પ્રવચનની શરૂઆત કરતાં ગુજરાતી ભાષાની પ્રશંસા કરી હતી. મંચ પરથી નિવેદન આપ્યું હતું કે ગુજરાતના લોકો આ રીતે એકઠા થઈ જશે ત્યારે ભારત તો શું પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું. ભારત હિન્દુ રાષ્ટ્ર હતું, છે અને રહેશે. જે કહેતા હતા કે ભગવાન નથી હોતા, શક્તિઓ નથી હોતી, આ બધા પાખંડ છે અને ભારતના સંત પાખંડી હોય છે.

અનેક ભક્તોની સમસ્યાઓ સાંભળી: ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા કહેવામાં આવ્યું કે દિવ્ય દરબાર માટે કોઈપણ વ્યક્તિ બાગેશ્વરધામને અરજી કરી શકે છે. જે અંતર્ગત આજે અનેક લોકોએ પોતાની સમસ્યાઓને બાબા બાગેશ્વર સમક્ષ રજૂ કરી હતી. કીર્તિદાન ગઢવીનો ડાયરો શરૂ થયો હતો ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિવ્ય દરબારમાં પ્રવેશ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સી આર પાટીલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  1. Baba Bageshwar in Gujarat: રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર માટે રાજમહેલ થીમ આધારિત સ્ટેજ તૈયાર, લક્ઝુરિયસ કાર સાથે શોભાયાત્રા નીકળશે
  2. Baba Bageshwar in Gujarat: બાગેશ્વર બાબાએ પીએમ મોદીના કર્યા વખાણ, આદિવાસી વિસ્તારોમાં ઘરવાપસી માટે દરબાર યોજાવાની કરી જાહેરાત

સુરક્ષા વ્યવસ્થા: ઉલ્લેખનીય છે કે નીલગિરિ ગ્રાઉન્ડમાં યોજાનારા બે દિવસીય દરબારમાં બાબાને ગુજરાત પ્રવાસ માટે Y કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ત્યારે બાબા જ્યાં દરબાર ભરવાના છે તે સ્થળ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બાબાના દરબારની સુરક્ષા માટે એક JCP, બે DCP, ચાર ACP કક્ષાના અધિકારી તૈનાત છે. તો 400થી વધુ પોલીસ કર્મચારી, 700 હોમગાર્ડના જવાન પણ ખડેપગે રહેશે.

Last Updated : May 26, 2023, 9:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.