સુરત: એક સ્નેહમિલન સમારોહમાં ઘૂસેલા લેભાગુ તત્વોએ વિવિધ કાર્ડ કાઢી આપવા ટેબલો મુકીને લોકોને છેતર્યા હતા. જેમાં લોકો પાસેથી 2100 અને 1000 રૂપિયા વસુલ્યા હતા.
મે-2019માં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહમિલન સમારોહમાં ઘૂસેલા લેભાગુ તત્વોએ વિવિધ કાર્ડ કાઢી આપવા ટેબલો મુકીને લોકોને છેતર્યા હતા. જેમાં લોકો પાસેથી 2100 અને 1000 રૂપિયા વસુલાયા હતા.
આ અંગે સિંગણપોર પોલીસ મથકમાં અરજી પણ કરી હતી. છતાં પોલીસે કોઈ ધ્યાન આપ્યું ન હતું.
સુરતના કતારગામના એક રહીશ ખીમજીને હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આ કાર્ડનો ઉપયોગ વખતે પોલ ખુલી હતી. આ કૌભાંડના કારણે સુરત તંત્ર પણ હરકતમાં આવ્યું છે.