ETV Bharat / state

ચલથાણ નજીકથી 3 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ, 44100નો મુદ્દામાલ જપ્ત

સુરત જિલ્લા SOG કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે એક શંકાસ્પદ મોટર સાયકલ ચાલકની તલાશી લેતા તેની પાસેથી 3 કિલોથી વધુનો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી.

ચલથાણ નજીકથી 3 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ, 44,100 મુદ્દામાલ કબ્જે

author img

By

Published : Oct 4, 2020, 10:48 PM IST

બારડોલી: સુરત જિલ્લા SOGની ટીમ દ્વારા પલસાણા તાલુકાના કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશન વિસ્તારના ચલથાણ ગામથી ત્રણ કિલોથી વધુને ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા SOGની ટીમ રવિવારના રોજ કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, ચલથાણ ગામ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ત્રણ રસ્તા પાસેથી એક મોટરસાયકલ ચાલક ગાંજો લઈને પસાર થનાર છે. આ સૂચનાને આધારે પોલીસે વોચ ગોઠવતા શંકાસ્પદ યુવક બાઇક લઈને આવતા તેને અટકાવી તલાશી લેતા તેની પાસેથી 3 કિલો 100 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ પૂછપરછમાં તેણે પોતાનું નામ સંજય સિયારામ સિંગ જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી 18 હજાર 600 રૂપિયાની કિંમતનો ગાંજો, એક મોબાઈલ ફોન કિંમત રૂ 500 અને એક મોટર સાયકલ કિંમત રૂ. 25 હજાર મળી કુલ 44 હજાર 100ના મુદ્દામાલ કબ્જે કરી એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.