સુરત: ટેબલ ટેનિસ સ્ટાર અને સુરતના વતની એવા અર્જુન એવોર્ડ વિજેતા હરમીત દેસાઈનો મસ્કત અને મુંબઈ એરપોર્ટ પર કોરોના વાયરસ નોર્મલ રિપોર્ટ આવતા ટેબલ ટેનિસ સેક્રેટરીએ હરમીતને 14 દિવસ માટે હોમ આઈસોલેશનમાં રહેવા માટેનો આદેશ આપ્યો છે. હરમીત મસ્કતથી સુરત આવ્યો છે, ત્યારે મસ્કત એરપોર્ટ અને મુંબઈ એરપોર્ટ પર હરમીતનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
આ અંગે હરમીતના પિતા રાજુ દેસાઇએ જણાવ્યું હતું કે, બંને એરપોર્ટ પર હરમીતનો રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યો હતો. જો કે, કોરોના વાયરસની સાવચેતીના ભાગરૂપે ટેબલ ટેનિસ સેક્રેટરી એક સૂચના આપી હતી કે, હરમીતને આગામી 14 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં જ રહેવાનું છે.
હરમીતે તમામ દિનચર્યા પોતાના ઘરમાં જ કરવાની છે. બંને ત્યાં સુધી તમામની સાથે મુલાકાત મુલતવી રાખવી. આ ઉપરાંત સ્થાનિક મેડિકલ રીપ્રેઝન્ટેટિવની મુલાકાત લઈને ડોક્ટરની સલાહ પ્રમાણે ખોરાક લેવાનું જણાવવામાં આવ્યું છે.