- સુરત કોર્પોરેશન દ્વારા સોલિડ વેસ્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે
- સોલિડ વેસ્ટ પ્લાન્ટ બનાવવા માટે ઉંબેરગામની પંસદગી કરાઇ
- સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ઉંબેરગામનો સમાવેશ
સુરત: શહેરમાં દિવસે દિવસે વસ્તી વધારો થઇ રહ્યો છે, ત્યારે દિન-પ્રતિદિન કચરાનું પણ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આ કચરાના નિકાલ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ ગામનાં કાંઠે સોલિડ વેસ્ટ પ્લાન્ટ બનાવવા માટે આ ગામની પસંદગી કરવામાં આવી છે. જે વાતને લઈને આજરોજ ઉંબેરગામના લોકો દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે નારેબાજી કરીને સુરત કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. સુરત શહેરના ચોર્યાસી તાલુકામાંથી આવેલા ઉંબેરગામની થોડા સમય પહેલાં જ સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે શહેરના સ્વાસ્થ્ય માટે ગામડાનો ભોગ કેટલો વ્યાજબી છે.
આ પણ વાંચો: અહીં તો લોક સુનાવણી રાખી સમસ્યા સાંભળવાને બદલે કલેક્ટર પોતે જ ચાલ્યા ગયા
શહેરના સ્વાસ્થ્ય માટે ગામડાનો ભોગ કેટલો વ્યાજબી
સુરત કલેક્ટર કચેરી ખાતે ઉંબેર ગામના લોકોએ સુરત મહાનગરપાલિકા દ્વારા ગામના નાંકે બનાવવામાં આવતા સુરત શહેરના કચરાના નિકાલ કરવા માટે સોલિડ વેસ્ટ પ્લાન્ટ બનાવામાં આવશે. આ વાત લઈને આજે ગામના લોકો દ્વારા અલગ-અલગ પોસ્ટરો બેનરો લઇને વિરોધ દર્શાવ્યો હતો. અલગ-અલગ શહેરોમાં લખવામાં આવ્યું હતું કે "શહેરના સ્વાસ્થ્ય માટે ગામડાનો ભોગ કેટલો વ્યાજબી", "દૂર રાખો દૂર રાખો શહેરના કચરાને રહેઠાણ વિસ્તારથી દૂર રાખો" અને "કચરો આવશે. રોગ લાવશે દવાદારૂનો ભોગ બનશો" આવા વિવિધ બેનરો સાથે વિરોધ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો: નવસારીના પ્રથમ ઑક્સિજન પ્લાન્ટનું સાંસદ સી. આર. પાટીલના દ્વારા ઉદ્ઘાટન
કચરો એવી જગ્યા ઉપર નાખવામાં આવે જ્યાં કોઈને નુકશાન નઈ થાય
સુરત મહાનગરપાલિકા દ્વારા જે કચરો નાખવામાં આવે છે અથવા તો આવાનો છે. એનાથી આ ગામના લોકોને પુષ્કળ નુકસાન થાય તેમ છે. અમારું ગામ દરિયાકિનારે આવેલું છે અને પવનનો વેગ પશ્ચિમ દિશાથી પૂર્વદિશા તરફ જાય છે અને આ ડાયમંડ બુર્સના લીધે આ ડમ્પિંગ હટાવવામાં આવ્યો હોય. તો ડાયમંડ બુર્સ ત્યાંથી ચાર કિલોમીટર દૂર છે. તો તેનો કોઈ અર્થ જ નથી. જે જગ્યા ઉપર કચરો નાખવામાં આવે છે. એ જગ્યા પર હરિયાળી જુઓ જંગલ ખાતું છે. એ જુઓ અને એટલુ સરસ પ્રકૃતિ છે. અમારે ત્યાં તો એ કચરો જ બની જશે. તો અમે લોકો સખ્ત વિરોધ કરીયે છીએ અને બીજી વસ્તુ એ છેકે એક નાના ગામની અંદર તમે કચરો નાખવાના તો નાનું ગામ અને શહેર અલગ-અલગ છે. આ તો ગામડું ખતમ થઈ જવાનું અમારું તો તમે કઈ રીતે જુઓ છો, માણશોને કઈ રીતે જુઓ છો, શહેરનો કચરો નાખવા માટે અમારીના નથી. શહેરનો કચરો એવી જગ્યાએ નાખો જ્યાં કોઈને પણ નુકસાન ન થાય.