સુરત : શહેરમાં દિવસે દિવસે ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવતી રહે છે. સરકારી કર્મચારી હોય કે પછી બિનસરકારી કર્મચારી કોઈક ને કોઈક રીતે ભ્રષ્ટાચારના સમાચારો આવતા રહે છે. પરતું તેઓ ACB પોલીસના હાથે (Surat Crime News) પણ લાંચ લેતા ઝડપાઈ જતા હોય છે. તેમ છતાં સરકારી કર્મચારીઓ કોઈકને કોઈક રીતે ભ્રષ્ટાચાર કરતા જ હોય છે. આવી જ એક ઘટના શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા પોલીસ કોન્સ્ટેબલ પર ACB ટ્રેપ ગોઠવતા 1,50,000 રૂપિયાની લાંચ લઈ ફરાર થઇ ગયો છે. હાલ આ મામલે ACB પોલીસે આરોપી પોલીસ કોન્સ્ટેબલને શોધવા માટે તપાસ હાથ ધરી છે. (police constable bribe in Surat)
આ પણ વાંચો નારણપુરા પોલીસ સ્ટેશનનો લાંચિયો ASI 25000ની લાંચ લેતા ઝડપાયો, ACBએ ભણાવ્યો પાઠ
શું હતી ઘટના સુરત શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતી તાપી નદી કિનારે રેતી ભરેલું ટ્રેક્ટર પકડી પાડ્યું હતું અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ મામલે આરોપી પોલીસ કોન્સ્ટેબલ રઈશ ગુલામ હુસેન એ ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં બોલવામાં આવ્યો હતો. ત્યાં ફરિયાદીને આ બાબતની માહિતી ખાણ ખનીજ વિભાગને જાણ નહીં કરવા તેમજ ટ્રેક્ટર છોડી દેવાના અવેજ પેટે 2,00,000 રૂપિયા લાંચની માંગણી હતી. (Uttran police constable bribe)
1,50,000 રૂપિયા આપવાની વાત ફરિયાદી અને આરોપી પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે પૈસા બાબતે રકઝક થતા અંતે 1,50,000 રૂપિયા આપવાનું નક્કી કરી, ટ્રેકટરના 500 રૂપિયાના દંડની રસીદ આપી ટ્રેક્ટર છોડી દીધું હતું. ફરિયાદીએ જે લાંચની રકમ થોડા દિવસ બાદ આપવા જણાવેલ અને ત્યારબાદ આ કામના આરોપી 14 ડિસેમ્બરના રોજ ફરીથી ઓફિસ પર બોલાવી નક્કી કરેલા લાંચ રકમ 1,50,000 રૂપિયાની માંગણી કરેલી હતી. (mining ore theft Bribery case in Surat)
આ પણ વાંચો કોન્સ્ટેબલે કેસ નહીં કરવાના 2.25 લાખ માંગ્યા, રૂપિયા સાથે ઝડપાયા
આરોપી પોલીસ લાંચ લઈને ફરાર ફરિયાદી આ લાંચની રકમ આવતીકાલે આપું એમ કહીને નાસી ગયેલો અને ફરિયાદી લાંચની રકમ ન આપવા માંગતા હોય તેથી ACB પોલીસનો સંપર્ક કરી ફરિયાદ આપેલી હતી. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આરોપી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી પણ આરોપી પોલીસ કોન્સ્ટેબલને ACB (Anti Corruption Bureau) પોલીસે વોચ ગોઠવી છે એવી ગંધ આવી જતા 1,50,000 રૂપિયાની લાંચ લઈ ભાગી હતો. જોકે હાલ આ મામલે ACB પોલીસે આરોપી પોલીસ કોન્સ્ટેબલને શોધવા માટે તપાસ હાથ ધરી છે.