સુરત: છેલ્લા કેટલાક દિવસોથી સતત હાર્ટ એટેકના બનાવો બની રહ્યાં છે. તેમાં પણ ખાસ કરીને શારીરિક ફિટ યુવાનોના પણ મોત થઈ રહ્યા છે. જેને લઇને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ સુરત જિલ્લામાં વધુ એક યુવકનું ક્રિકેટ રમતી વેળાએ મોત થયું છે. સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના નરથાણ ગામનો નિમેષ આહીર નામનો યુવક ક્રિકેટ રમી રહ્યો હતો તે દરમિયાન ફિલ્ડીંગ કરતી વેળાએ ગ્રાઉન્ડ પર બેભાન થઈ ગયો હતો અને તેઓને તાત્કાલિક સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેઓને મરણ જાહેર કર્યા હતા. હાલ યુવકનું PM ચાલી રહ્યું છે. પીએમ થયા બાદ જ મોત પાછળનું કારણ જાણવા મળશે.
મૃતક યુવક બે સંતાનો પિતા છે: મૃતકના સંબંધીએ પ્રિયાંક ભાઈએ જણાવ્યું કે નિમેષભાઈની તબિયત સારી હતી અને ફીટ હતા પરંતુ એકા-એક જ આજે તેઓ ક્રિકેટ રમવા ગયા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. છાતીમાં દુખાવો થતાં તેઓ ઘરે આવી ગયા હતા જ્યાં તેઓ થોડી વાર રહીને લીંબુ શરબત પીધું હતું. ત્યારબાદ ફરીથી તેમને એટેક આવ્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેમનું મૃતદેહ ઘરે લઈ આવ્યા હતા. તેઓ મીંડલ વોટર અને પાણીના ટેન્કરનો વ્યવસાય સાથે જોડાયેલા હતા તેમને બે સંતાન એક દીકરો અને એક દીકરી છે.
આ પણ વાંચો Heart Attack : ક્રિકેટ મેચ દરમિયાન વધુ એક યુવાનને હાર્ટ એટેકથી થયું મોત
મેચ દરમિયાન યુવકે તોફાની બેટિંગ કરી હતી: મૃતક યુવક નિમેષ આહીર ક્રિકેટ પ્રેમી યુવક હતો. ઘટના પૂર્વ તેઓએ તોફાની બેટિંગ કરી હતી તેઓએ માત્ર 14 બોલમાં 42 રન ફટકાર્યા હતા. જુવાન જોધ દીકરાનું મોત થયા આખા ગામમાં શોક પ્રસરી ગયો છે. ઓલપાડ પોલીસ દ્વારા હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો Rajkot News: ક્રિકેટ રમતા વધુ એક યુવાનનું હાર્ટએટેકથી થયું મોત
કામરેજ તાલુકામાં થોડા દિવસ પહેલા પણ એક યુવકનું મોત થયું હતું: થોડા દિવસ પહેલા કામરેજ તાલુકામા પણ એક ક્રિકેટ રમી રહેલા યુવકનું મોત થયું હતું. કામરેજ તાલુકાના શેખપુર ગામે રહેતો કિશન પટેલ જેઓ મિત્રો સાથે ઓલપાડ તાલુકાના સેલૂટ ગામે આવેલ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા ગયો હતો તે દરમિયાન અચાનક બેભાન થઇ ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો હતો.