ETV Bharat / state

સુરત સ્મીમેર હોસ્પિટલની ગંભીર બેદરકારી, વૃદ્ધાને રજા આપ્યા બાદ રસ્તામાં જ મોત - covid19 news

પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની ફરી એકવાર બેદરકારી સામે આવી છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી વૃદ્ધાને રજા આપી તેમને બસ મારફતે કાપોદ્રા પોલીસ મથક પાસે ઉતારી દેવામાં આવ્યા હતા. બાદમાં પરિવારે વૃદ્ધાને ઘરે લઈ જતા જ તેમનું મોત નિપજતા પરિવારે હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ મનપાની એમ્બ્યુલન્સે વૃદ્ધાનો મૃતદેહ લઈ સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમમાં મોકલી આપ્યો હતો.

surat covid hospital
સુરત કોવિડ હોસ્પિટલ
author img

By

Published : Jul 18, 2020, 2:16 PM IST

સુરત સ્મીમેર કોવિડ હોસ્પિટલની બેદરકારી આવી સામે

હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી વૃદ્ધાને ઘરે લઈ જતા રસ્તામાં જ મોત

મનપાએ વૃદ્ધાનો મૃતદેહ લઈ સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમમાં મોકલી આપ્યો

સુરત: સુરતમાં દિન-પ્રતિદિન કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે. જેને લઇને સ્મીમેર હોસ્પિટલના મલ્ટીલેવલ પાર્કિગ ખાતે કોવિડ-19 હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. 13મી જુલાઇના રોજ પુણા વિસ્તારમા રહેતા વૃદ્ધાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

કોવિડ હોસ્પિટલ

17મી જુલાઇના રોજ સાંજે છ વાગ્યે હોસ્પિટલે પરિવારને જાણ કરી હતી કે, વૃદ્ધા સાજા થઇ ગયા છે, તેમને ઘરે મુકવા આવીએ છીએ. જો કે, બાદમાં રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામા હોસ્પિટલ તંત્ર દ્વારા એવુ કહેવામા આવ્યું કે, બસમા સંખ્યા વધુ હોવાથી તેમને કાપોદ્રા પોલીસ મથક પાસે છોડીએ છીએ. પરિવાર જ્યારે કાપોદ્રા પહોચ્યું હતું, ત્યારે વૃદ્ધાને ફુટપાથ પર સુવડાવ્યા હતાં.

પરિવારે વૃદ્ધાને લઇને ઘરે પહોચતા ગણતરીની મિનિટોમાં જ વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યુ હતું. આ ઘટના બાદ સ્થાનિક કોર્પોરેટર દિનેશ સાવલિયાએ ઘરે પહોચી મ્યુ.કમિશનરને જાણ કરી હતી. જો કે, તેમને ફોન કરતા તેઓએ ઉપાડ્યો ન હતો.

બાદમાં તેમણે મેયરને ફોન કરતા કોર્પોરેટરે પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું હતું. જો કે, મેયરે ફરિયાદ ન કરવાનું કહી તાત્કાલિક શબવાહીની ઘરે મોકલી આપી હતી. તંત્રએ વૃદ્ધાની ઼બોડીને સ્વીકારી સ્મીમેરના પીએમ રુમમાં ખસેડવામા આવી હતી, ત્યારે હવે આ ઘટના બાદ હોસ્પિટલના ડીન દ્વારા કોઇ પગલાં લેવામા આવે છે કે, કેમ તે જોવાનું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.