ETV Bharat / state

યુટ્યુબ પર વીડિયો જોઇને ધોરણ 10 પાસ વ્યક્તિએ બનાવ્યું એમ્બ્રોઇડરી મશીન, સ્મૃતિ ઇરાનીએ કરી પ્રશંસા - મેક ઇન ઇન્ડિયા

સુરતમાં રહેતા મરાઠી માણુસ જે માત્ર દસ પાસ છે તેણે એક કમાલ કરી નાખી છે. ચંદ્રકાન્ત નામના આ વ્યક્તિએ યુટ્યુબ પર વીડિયો જોઇને એમ્બ્રોઇડરીનું એક મશીન બનાવ્યું છે. જેને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પણ શુભેચ્છા પાઠવી હતી.

યુટ્યુબ પર વીડિયો જોઇને ધોરણ 10 પાસ વ્યક્તિએ બનાવ્યું એમ્બ્રોઇડરી મશીન

author img

By

Published : Jan 10, 2021, 10:16 AM IST

સુરતઃ શહેરમાં રહેતા માત્ર દસ પાસ પુરુષ દ્વારા એક કમાલ કરી બતાડવામાં આવી છે. જેને જોઈને ભલભલા આ ટેકનિકથી આશ્ચર્યમાં મુકાઈ જશે. તેમણે માત્ર યુટ્યૂબ પરથી વીડિયો જોઈને એક મશીન બનાવ્યું છે. જેમાં એકસાથે દોઢસોથી બસ્સો મીટર કાપડ તૈયાર થઈ શકે છે. મેક ઈન ઈન્ડિયાના કન્સેપટથી મશીન બનાવનારા પુરુષના ખુદ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા વખાણ કરવામાં આવ્યા છે.

યુટ્યુબ પર વીડિયો જોઇને ધોરણ 10 પાસ વ્યક્તિએ બનાવ્યું એમ્બ્રોઇડરી મશીન

યુટ્યૂબ ઉપર 200 વાર વીડિયો જોયા બાદ આ મશીન તૈયાર કર્યું

મુળ મહારાષ્ટ્રના અને છેલ્લા 12 વર્ષથી સુરતમાં રહેતા ચંદ્રકાન્ત પાટીલ દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગમાં મદદરૂપ થઈ શકે તેવું એક મશીન તૈયાર કરવામાં આવ્યું છે. આ મશીન તેઓએ લોકડાઉનના ફ્રી સમયે ઘરે રહીને જ તૈયાર કર્યું છે. સુરતના અલગ-અલગ વિભાગમાંથી મશીનને લગતા ટુલ્સ મંગાવ્યા હતા અને યુટ્યૂબ ઉપર 200 વાર વીડિયો જોયા બાદ આ મશીન તૈયાર કર્યું છે. એટલું જ નહીં, પરંતુ પત્નીના ઘરેણાં ગીરવે મુકીને વ્યાજે પૈસા લઈને તેમણે આ મશીન તૈયાર કર્યું છે. તેઓ અગાઉ લુમ્સના કારખાનામાં મજૂરી કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા.

આ મશીન મોંઘાડાટ મશીનોને ટક્કર આપે તેવું છે

લોકડાઉન પછીના સૌ પ્રથમ ઓફલાઇન ટેક્સટાઇલ મશીનરી એક્સપો સીટેક્ષ-21નું કેન્દ્રના ટેક્સટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ચંદ્રકાન્તભાઈ દ્વારા આ મશીન મુકવામાં આવ્યું છે. આ મશીન મોંઘાડાટ મશીનોને ટક્કર આપે તેવું છે. માર્કેટમાં અત્યારે જે એમ્બ્રોઇડરી મશીન આવે છે તેમાં 6 મીટર કાપડ જ બની શકે છે. આ મશીનમાં 100 થી 150 મીટરનો ટાંકો લગાવીને બનાવી શકાય છે.

આ મશીન સમગ્ર પણે મેક ઈન ઈન્ડિયા તો ખરું જ, પરંતુ મેક ઈન સુરત

મશીન બનાવનારા ચંદ્રકાન્ત રમેશ પાટીલે કહ્યું કે, લોકડાઉનના આ સમયે ઘરે બેસીને આ મશીન બનાવ્યું છે. ચાર પાંચ વર્ષ પહેલા મુંબઈ એક્ઝિબિશનમાં આ મશીન જોયું હતું, પરંતુ તેની કિંમત 48 લાખ રૂપિયા હતી તે વધારે હતી. ત્યારથી જ મારા મગજમાં હતું કે, આવું મશીન હું પણ બનાવીશ. સુરતમાં મશીનની રિક્વાયરમેન્ટ છે પરંતુ ભાવ વધારે હોવાને કારણે સુરતમાં કોઈ લઈ શકે તેમ નથી. જેથી યુટ્યૂબ ઉપર વારંવાર રીપિટ વીડિયો જોઈને અને સ્ક્રીનશોટ કાઢીને ઘરે આ મશીન બનાવ્યું છે. મશીન બનાવવામાં બે મહિના નીકળી ગયા હતા. મેં મારા ત્રણ ચાર કારીગરો સાથે મળીને મશીન તૈયાર કર્યું છે. એક વખતમાં આશરે 150 થી 200 મીટર જેટલું કાપડ બનાવી શકાઈ છે. આ મશીન સમગ્ર પણે મેક ઈન ઈન્ડિયા તો ખરું જ પરંતુ મેક ઈન સુરત પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.