ETV Bharat / state

સુરતમાં એરપોર્ટના રન-વે નડતરરૂપ, બિલ્ડીંગના ઓબ્સેટકલને હટાવવા માટે ડિસેમ્બર સુધીનો સમય અપાયો - Obstruction of airport runways

એરપોર્ટના રન-વે ને નડતરરૂપ બિલ્ડીંગના ઓબ્સેટકલને હટાવવા માટે ડિસેમ્બર સુધીનો સમય અપાયો છે અને સાથો સાથ કમ્પાયલ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. જેમાં 1541 ફ્લેટધારકોને ભારે નુકશાન થઇ શકે છે. કરોડો રૂપિયાના ફ્લેટ ખરીદવા માટે લોન લઈ લાખો રૂપિયાનું ફર્નિચર કરનાર રહીશો આજે ચિંતામાં છે.

સુરતમાં એરપોર્ટના રન-વે નડતરરૂપ, બિલ્ડીંગના ઓબ્સેટકલને હટાવવા માટે ડિસેમ્બર સુધીનો સમય અપાયો

author img

By

Published : Sep 7, 2021, 12:39 PM IST

  • બિલ્ડીંગના ઓબ્સેટકલને હટાવવા માટે ડિસેમ્બર સુધીનો સમય
  • કમ્પાયલ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે
  • 1541 ફ્લેટધારકોને ભારે નુકશાન થઇ શકે છે

સુરત : એરપોર્ટના રન-વે ને નડતરરૂપ બિલ્ડીંગના ઓબ્સેટકલને હટાવવા માટે ડિસેમ્બર સુધીનો સમય અપાયો છે અને સાથો સાથ કમ્પાયલ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. જેમાં 1541 ફ્લેટધારકોને ભારે નુકશાન થઇ શકે છે. લાખો અને કરોડો રૂપિયા ખર્ચીને આ ફ્લેટ ખરીદનાર રહીશો હવે માનસિક તણાવથી પસાર થઈ રહ્યા છે અને સરકારને કહી રહ્યા છે કે જેને ઓબ્સેટકલ બતાવવામાં આવી રહ્યા છે ત્યાં સજીવ લોકો રહે છે. વિકલ્પ તરીકે સરકાર કશુ વિચારતી નથી. કરોડો રૂપિયાના ફ્લેટ ખરીદવા માટે લોન લઈ લાખો રૂપિયાનું ફર્નિચર કરનાર રહીશો આજે ચિંતામાં છે.

સુરતમાં એરપોર્ટના રન-વે નડતરરૂપ, બિલ્ડીંગના ઓબ્સેટકલને હટાવવા માટે ડિસેમ્બર સુધીનો સમય અપાયો

ગૃહણી કોમલ શાહે જણાવ્યું..

ગૃહણી કોમલ શાહે જણાવ્યું હતું કે, કેટલા સપનાથી અમે આ ઘર લીધું હતું. લાખો રૂપિયાનું ફર્નિચર બનાવ્યું. કરોડો રૂપિયાનો ફ્લેટ લીધો અને હવે કહેવામાં આવે છે કે આ વસ્તુ ઓબ્સેટકલ છે. હવે આ ઘર ખાલી કરીને અમે ક્યાં જઈશું ? અમારું ઘર ઓબ્સેટકલ લાગતું હોય તો અમે સજીવ લોકો આ ઘરમાં રહીએ છીએ. જે નિર્જીવ છે તેમને હટાવો. ઓએનજીસીની જે પાઇપ લાઇન પસાર થાય છે તેના વિષયે કોઈ કંઈક કરતું નથી. વિચારો આટલા બધા ફ્લેટ કેવી રીતે ઓબ્સેટકલના નામે તોડી શકાય?? આ બાબતે સરકારને ગંભીર રીતે વિચારવું જોઈએ રોજની ઊંઘ ઊડી ગઈ છે. હાલ પર્યુષણ ચાલી છે. જેમાં પણ અમારું મન લાગતું નથી ઘણા બધા ટ્રોમામાં આવી ગયા છે.

આ પણ વાંચો: હાઇરાઇઝ્ડ બિલ્ડીંગના ફાયર સાધનો અંગે મહાનગરપાલિકા લાલઘૂમ, 10 બિલ્ડિંગના નળ કનેક્શન કાપ્યા

પીના મહેતાએ જણાવ્યું...

પીના મહેતાએ જણાવ્યું હતું કે, અમે આ ફ્લેટ કઈ રીતે લીધો એ અમારું મન જાણે છે. માતા-પિતા પાસેથી અને સગા સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લઇ આ ફ્લેટ લીધો છે અને બાકી હાલ પણ EMI ચાલુ છે. થોડાક મહિના પહેલા જ રહેવા આવ્યા છે અને હવે ખબર પડી છે કે આ એરપોર્ટને નડતર રૂપ છે અને અમારો ફ્લેટ તોડી પાડવામાં આવશે . જ્યારે બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે પણ આ ફ્લાઇટ જતી જ હતી ત્યારે સરકારે કોઈ પગલા શા માટે નથી ઉઠાવ્યા? જ્યારે તમામ ફ્લેટ તૈયાર થઈ ગયા ત્યારે આ નિયમ લઈને શા માટે આવ્યા છો.?? અમારો શું વાંક છે !? કરોડો રૂપિયાનો ફ્લેટ લેવો કોઈ સેહલું કામ નથી. મહેનત કરી પરસેવો પાડીને આ ફ્લેટ લીધા છે. અમે જલ્દી ન્યાયની માંગણી કરી રહ્યા છે. જે લોકો ટોપ ફ્લોર પર રહે છે તેમને ઊંઘ પણ આવતી નથી ..

ફ્લેટ ધારક વેપારી નૈષધ જયેશભાઈ શાહે જણાવ્યું...

ફ્લેટ ધારક વેપારી નૈષધ જયેશભાઈ શાહે જણાવ્યું હતું કે, એક વર્ષથી હું અહીંયા રહેવા આવ્યો છું . 25 વર્ષ પછી ઘર લીધું છે. ઘણું બધું સેક્રીફાઈસ કરીને પૈસા ભેગા કરીને આ ઘર ખરીદ્યું છે. પૈસા ઓછા પડતા લોન પણ લીધી છે અને હવે કહેવામાં આવે છે કે તમારું ઘર તૂટવાનું છે. જેના કારણે અમે તો ટ્રોમામાં આવી ગયા છે . જમા પૂંજી ભેગી કરીને અમે આ ઘર લીધું અને જો આવુ થશે તો અમે શૂન્ય પર આવી જઈશું . અમારી લોન ચાલી રહી છે , તે કેવી રીતે ભરીશું ? જો ફ્લેટ જ નહીં હશે તો લોન કેવી રીતે ભરીશ ? મારો એક દીકરો છે. જ્યાં પણ જઈએ ત્યાં લોકો આવી જ ચર્ચા કરે છે કે તમારો ફ્લેટ તૂટવાનો છે.

આ પણ વાંચો: ગોત્રી GMERS હોસ્પિટલ બિલ્ડીંગના કાંચનું એલિવેશન પલક ઝપકતા તૂટી પડ્યું

ફ્લેટોમાં 15000 લોકો રહે છે.

ફ્લેટ ધારક વિપુલભાઈ શાહે જણાવ્યું હતું કે, એરપોર્ટ મુદ્દે જે પ્રકરણ ચાલી રહ્યું છે. તેની અંદર કુલ 29 પ્રોજેક્ટ સામેલ છે. એક પ્રોજેક્ટમાં 8 થી 10 બિલ્ડિંગ જોતા કુલ 198 બિલ્ડીંગ અસરગ્રસ્ત છે અને આ બિલ્ડિંગમાં 1541 ફલેટને અસર થવાનું જોખમ રહેલું છે . જે હાલ કોર્ટમા પ્રકરણ ચાલી રહ્યું છે. આ ફ્લેટોમાં 15000 લોકો રહે છે. અને આ બિલ્ડિંગના નીચેના ભાગમાં રહેતાં 30 હજાર લોકો પણ અસરગ્રસ્ત થશે એટલે કે આ સમસ્યાના કારણે 45000 લોકોને પૂર્ણ નુકસાન અને માનસિક તણાવ છે . વેસુ વિસ્તારના આ લોકોમાં આક્રોશ છે. જો સંબંધિત કાર્યવાહી પૂર્ણ થઇ હોય અને ત્યારે અમે ફ્લેટ લીધો હોય તો નિર્દોષ રહીશોનો શું વાંક છે!??

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.