સુરત જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યાનુસાર બુધવારે પ્રભાતતારા શાળામાં અભ્યાસ કરતા અને પરીક્ષાથી વંચિત રહી ગયેલા ધોરણ 12ના, બાર જેટલા વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી છે. બીજી તરફ આગામી 11મી જુલાઈના રોજ ધોરણ 10ના, 33 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે પ્રકારે પ્રભાત તારા શાળાની માન્યતા રદ થતા આ વિદ્યાર્થીઓનું ભાવી અધ્ધરતાલ થઈ ગયું હતુ.
પરંતુ શિક્ષણ મંત્રીની મધ્યસ્થી અને કોર્ટના આદેશ બાદ આ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષાનો લાભ મળે તે હેતુસર પૂર્વ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને પરીક્ષાનો ફરી લાભ મળતા તેઓ ખુશખુશાલ જોવા મળ્યા છે અને વાલીઓમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે.