સુરત: શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલ માતૃશક્તિ સોસાયટીના એક ઘરમાં 2 મીટરનો લાંબો સાપ ઘરમાં ઘુસી જતા પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે ઘર માલિકે સાપને બહાર કાઢવા માટે ફાયર વિભાગને જાણ કરી હતી જેથી કાપોદ્રા ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચી સાપનું સહી સલામત રેસ્ક્યુ કરી જીવદયા સંસ્થાને શોપિ આપ્યું હતું.ત્યારબાદ પરિવારે રાહતનો દમ દીધો હતો.જોકે વરસાદી માહોલમાં આવા કિસ્સાઓ જોવા મળે જ છે. જેમાં સરીસૃપ જીવો જોવા મળતા હોય છે.
"આજે ખૂબ જ વરસાદ પડતી રહ્યો હતો અને ત્યારેસોસાયટીમાં પાણી પણ ભરાઈ ગયા હતા ત્યારે જ અમારી સોસાયટીના બાજુમાં ખાડી આવી છે. અને ખાડી દેખાય નહીં તે માટે દીવાલ બાંધવામાં આવી છે.મારી નજર એક સાપ ઉપર ગઇ હતી. સાપ જોતજોતા મારા જ ઘરમાં આવી ગયો હતો. તે સાથે મારો પરિવાર ઘબરાઈ ને ઘરની બહાર નીકળી આવ્યો હતો. ત્યારેજ મેં સાપને બહાર કાઢવા માટે ફાયર વિભાગને જાણ કરી હતી.સાપ લગભગ 3 એક ફૂટ લાંબો હતો. તેને ફાયર વિભાગના જવાનો દ્વારા રેસ્ક્યુ કરી જીવદયા સંસ્થાને સોંપ્યું હતું. જોકે આ પહેલી વખત આવી ઘટના બની છે. આ સાપ બાજુંના ખાડી માંથી આવ્યો હતો"-- જીગ્નેશ પટેલ ( ઘરના માલિક)
સરીસૃપ જીવ: આ બાબતે કાપોદ્રા ફાયર વિભાગના ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું કે, અમને બપોરે 12:30 વાગ્યા ની આસપાસ કોલ આપવામાં આવ્યો હતો કે, નાના વરાછા વિસ્તારમાં આવેલ ચોપાટીની સામે માતૃશક્તિ સોસાયટી માં આવેલ C-47 ઘરમાં એક સાપ ઘૂસી ગયો છે. જેથી અમે ત્યાં પોહચી 5 થી 10 મિનિટમાં સાપનું સહી સલામત રેશક્યું કર્યું હતું જોકે સાપને બહાર કાઢતા તે આશરે 2 મીટર જેવો લાંબો હતો. અમે સાપને જીવદયા સંસ્થાને બોલાવી તેમને આપી દીધું હતું.જોકે વરસાદી માહોલમાં આવા કિસ્સા જોવા મળે જ છે. જેમાં સરીસૃપ જીવો જોવા મળતા હોય છે.