ETV Bharat / state

એના ગામના ખેડૂતોનો એક્સપ્રેસ વે સામે વિરોધ: કહ્યું એવોર્ડ નહીં સ્વીકારીએ

જિલ્લામાંથી પસાર થતો સૂચિત વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં સંપાદિત થતી જમીનના વળતર માટે ખેડૂતો દ્વારા લડત ચાલી રહી છે. હાલ ખેડૂત સમાજે આ મુદ્દાને હાઇકોર્ટમાં અપીલ કરી છે, પરંતુ તેમ છતાં શનિવારના રોજ જીઆર ઇન્ફ્રા પ્રોજેકટસ લિમિટેડના અધિકારીઓ પલસાણા તાલુકાના એના ગામની ગ્રામ પંચાયત ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં તલાટીને એવોર્ડ આપવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામ પંચાયત ઓફિસે પહોંચી ખેડૂતોએ એવોર્ડ સ્વીકારવાની ચોખ્ખી ના કહી દીધી હતી.

એના ગામ
એના ગામ
author img

By

Published : Sep 20, 2020, 9:12 AM IST

સુરત: વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે સુરત જિલ્લામાંથી પસાર થવાનો છે. જેમાં માંગરોળ કામરેજ, પલસાણા અને બારડોલી તાલુકાના ગામડાઓમાંથી સેંકડો એકર જમીન સંપાદન થનાર છે. શનિવારના રોજ જીઆર ઇન્ફ્રા પ્રોજેકટસ લિમિટેડના અધિકારીઓએ પલસાણા તાલુકાના એના ગામે સંપાદિત થતી જમીનના એવોર્ડ આપવા માટે ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તલાટી કમ મંત્રીને એવોર્ડ આપવામાં આવી રહ્યા હોવાની જાણ થતાં જ સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલભાઈ પટેલની આગેવાનીમાં એના ગામના ખેડૂતો ગ્રામ પંચાયત કચેરી ખાતે ભેગા થઈ ગયા હતા. અધિકારીઓએ ખેડૂતોને બજાર કિમત તરીકે જંત્રીનું વળતર આપવાની કોશિશ કરી હતી, જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.

ખેડૂતોએ એવોર્ડ સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને જણાવ્યું હતું કે, બધા ખેડૂતો કાયદાની મદદથી એક આર્બિટ્રેટરની નિમણૂક કરી ન્યાય માટેની માગણી કરીશું. ખેડૂતોએ એવોર્ડ નહીં સ્વીકારતા અધિકારીઓએ પરત ફરવું પડ્યું હતું.

અસરગ્રસ્ત ખેડૂતોનું કહેવું છે કે, બજાર કિંમત તરીકે માત્ર જંત્રીનું વળતર આપવાની કોશીશ કરી છે જે સદંતર ખોટું છે. તેમણે એના ગામના ચરોતરિયા ટ્રસ્ટે 505 સર્વે નંબર વાળી જમીન સરકાર પાસે સાંસ્કૃતિક હોલ બનાવવા માટે લીધી હતી તેનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, આ જમીન માટે રાજ્ય મૂલ્યાંકન સમિતિએ 3799 રૂપિયા પ્રતિ ચોરસમીટર વસૂલ કર્યા હતા. જ્યારે સરકાર દ્વારા ખેડૂતોને ચુકવણી કરવાનું આવ્યું ત્યારે માત્ર 400 રૂપિયા પ્રતિ ચોરસમીટર આપે છે જે ખેડૂતો સાથે અન્યાય છે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર મેટર હાઇકોર્ટમાં હોવા છતાં કોરોનાની આડમાં આ ખેલ ખેલાય રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.