ETV Bharat / state

Surat Crime: સુરત મહિલા એડવોકેટની છેડતી કર્યા બાદ આરોપી મંદિરે પહોંચ્યો, મંદિરમાં લાગેલા સીસીટીવી આધારે ધરપકડ - molesting Surat woman advocate caught on CCTV

કાપોદ્રા ચીકુવાડી પાસે મહિલા એડવોકેટની ટીશર્ટ ખેંચી એક યુવક રોંગ સાઈડમાં ભાગી ગયો હતો. આરોપી યુવક નંબર પ્લેટ વગરની બાઈક ઉપર આવ્યો હતો. મહિલા કેટ દ્વારા સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આખરે કાપોદ્રા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

સુરત મહિલા એડવોકેટની છેડતી કર્યા બાદ આરોપી નાસી મંદિરે પહોંચ્યો, મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 8:28 AM IST

સુરત મહિલા એડવોકેટની છેડતી કર્યા બાદ આરોપી નાસી મંદિરે પહોંચ્યો, મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ

સુરત: આરોપી ચોપાટી વિસ્તારમાં આવનાર મહિલાઓ જોવા માટે રોજે ઉભો રહેતો હતો. મહિલા એડવોકેટ સાથે છેડતી બાદ આરોપી મંદિરે ગયો હતો. ત્યાંના સીસીટીવી કેમેરામાં પણ તે જોવા મળે છે. મંદિર સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

"ફરિયાદ બાદ અમે જે તે વિસ્તારના 300 થી પણ વધુ સીસીટીવી ફૂટેજ નહી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ કેમેરાની તપાસમાં આરોપીને બનાવનાર સ્થળથી આશરે 10 કિલોમીટર દૂર કતારગામ મારુતિ કેમ્પસ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. 24 વર્ષીય ધૂમિલ લોધિયા હીરા મજૂરીના કામ સાથે સંકળાયેલો છે. મૂળ ભાવનગરનો રહેવાસી છે. 300 માંથી એક સીસીટીવી કેમેરા મંદિરમાં લાગ્યા હતા. જ્યાં આ કૃત્ય કર્યા બાદ આરોપી પહોંચ્યો હતો. જેમાં આરોપી નો ચહેરો સ્પષ્ટ પણે જોવા મળી રહ્યો હતો. જેના આધારે અમે આરોપીની તપાસ સારી રીતે કરી શક્યા હતા.--" એમ.બી.વાછાડી (પોલીસ મથકના ઇન્સ્પેક્ટર)

યુવકે ટીશર્ટ ખેંચી છેડતી કરી: સુરત એલએચ રોડ પર રહેતી અને ખોલવડ ખાતે સિદ્ધાર્થ લો કોલેજથી કામ પતાવી ઘરે જઈ રહેલી મહિલા એડવોકેટ નંબર પ્લેટ વગરની બાઈક ઉપર આવેલા અજાણ્યા હતી. બાઈક લઈને રોંગ સાઈડમાં ભાગી ગયો હતો. વરાછા એલ એચ રોડ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય મહિલા અભ્યાસની સાથે વકીલાતનો વ્યવસાય જોડાયેલી છે. ખોલવડ સિદ્ધાર્થ લો કોલેજમાં કામ અર્થે ગઈ હતી. પોતાની મોપેડ લઈ કોલેજ થી ઘરે આવી રહી હતી.

રોજે ત્યાં ઉભો રહેતો: મહિલાઓ જોવા માટે રોજે ત્યાં ઉભો રહેતો હતો. કામરેજથી કતારગામ પોતાના હીરાના કારખાનામાં જતી વખતે ચોપાટી વિસ્તારમાં જ્યાં વહેલી સવારે મહિલાઓ કસરત કરવા અથવા તો ચાલવા માટે આવતી હતી. તેમને જોવા માટે રોજે ત્યાં ઉભો રહેતો હતો. જ્યારે આ બનાવ બન્યો ત્યારે તે દિવસે પણ તે જે તે સ્થળે ઊભો હતો. તે દરમિયાન મહિલા એડવોકેટ પર નીકળતા આરોપીએ આવેશમાં આવી મહિલાનું ટીશર્ટ ખેંચી લઈ છેડતી કરી હતી.

  1. Surat Crime : સુરત પોલીસ કર્મીના મારના કારણે એકના હાથમાં ફેકચર બીજાના કાનનો પડદો ફાટી ગયો, પુણા પોલીસ મથકનો ઘેરાવ
  2. Rajkot Crime: રાજકોટમાં નિવૃત PSIનો મૃતદેહ ઘરમાંથી મળ્યો, દુર્ગંધ આવતા પાડોશીઓએ 108ને કરી હતી જાણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.