સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં અધધ ફી વધારોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કારણકે પ્રથમ સત્રમાં ફી 23,865 રૂપિયા હતી.બીજા સત્રમાં ફી 31,180 રૂપિયા કરી છે.એટલે હવે ફી વધીને 77,315 રૂપિયા કરી દીધી છે.આ ફી વધારાની સૂચના જોઈ વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા હતા.
આ પણ વાંચો Surat Police : ખોરડાનો અનોખો ખાખીધારી, 16 કિલોમીટર સાયકલ ચલાવીને જાય છે ફરજ પર
મુદ્દાઓ પર પ્રસ્તાવ: અખીલ ભારતી વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને ફી વધારો પાછો ખેંચવા આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.જો યુનિવર્સીટી 48 કલાકની અંદર ફી વધારો પાછો નહિ ખેંચે તો ABVP ઉગ્ર આંદોલન કરશે. જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સીટી પ્રસાશનની રહેશે. જોકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા થોડા દિવસો પહેલા જ શિક્ષણજગતનાં વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓનાં સમાધાન હેતુ 6 મુદ્દાઓ પર પ્રસ્તાવ કરવામાં આવ્યા હતા.
ચુંટણી યોજવામાં આવે: વરાછા અને લિંબાયતમાં સરકારી કોલેજ પરિસરનું નિર્માણ કાર્ય ત્વરિત શરૂ કરવામાં આવે. બીબીએ, બીસીએ અને લો જેવા કોર્સ માટે પણ સરકારી કોલેજ શરુ કરવામાં આવે.ખાનગી કોલેજમાં વોકેશનલ કોર્સના નામે ઉઘરાવાથી ફી પર નિયંત્રણ લાવવામાં આવે અને તમામ કોલેજના ફીના માળખા નિશ્ચિત કરવામાં આવે. સમરસ હોસ્ટેલમાં ભોજન અને પ્રાથમિક સુવિધાઓ વ્યવસ્થિત રીતે પૂરી પાડવા માટે સરકાર વિશેષ ધ્યાન આપે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં સંપૂર્ણ ખાનગી ધોરણે ચાલતા અનુસ્નાતક વિભાગોમાં 60% ટકા સરકારી સીટો ફાળવવામાં આવે. સુરતમાં કોલેજના સમયમાં ‘સ્ટુડન્ટ સ્પેશિયલ સીટી બસ’ દોડાવવામાં આવે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી માન્ય તમામ કોલેજોમાં છાત્રસંઘની ચુંટણી યોજવામાં આવે.
આખો દિવસ: સુરતમાં હાલ ઘણા સમયથી સમયથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને સતત ઝુંબી રહ્યું છે. ગત શનિવારના રોજ જ યુનિવર્સિટીના સમરસ બોયસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ઘણા સમયથી હલકી અને ગુણવતા વગરનું ભોજન આપતા વિદ્યાર્થીઓએ આખો દિવસ જમ્યા નઈ હતા ત્યારે રાતે અચાનક જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી ઓના આ પ્રશ્નોને લઈને રોડ ઉપર ઉતરી પડ્યા હતા. જોકે ત્યારે વિદ્યાર્થીઓ થાળી લઈને યુનિવર્સિટીના મુખ્ય ગેટ ઉપર બેસી ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક હોસ્ટેલના વોર્ડ ઇન્ચાર્જ જાડેજા સ્થળ ઉપર પહોંચી વિદ્યાર્થીઓ જોડે ચર્ચા કર્યા બાદ વિદ્યાર્થીઓ શાંત થયા હતા.