ETV Bharat / state

Surat News: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, ત્રણ વર્ષની બાળકી રમતા રમતા ટેમ્પોમાંથી નીચે પટકાતા મોત

સુરતમાં ફરી પછી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી રમતા રમતા ટેમ્પોમાંથી નીચે પટકાતા મોત થઇ ગયું છે.હાલ તો આ મામલે સચિન જીઆઇડીસી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Surat Crime: સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, ત્રણ વર્ષની બાળકી રમતા રમતા ટેમ્પોમાંથી નીચે પટકાતા મોત

author img

By

Published : Aug 10, 2023, 1:21 PM IST

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, ત્રણ વર્ષની બાળકી રમતા રમતા ટેમ્પોમાંથી નીચે પટકાતા મોત

સુરત: નાની એવી લાપરવાહી ભારે પડી શકે છે. લાપરવાહીના કારણે મોત પણ થઈ શકે છે.સુરતમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં માતા-પિતાની લાપરવાહીના કારણે બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કનસાડ રોડ ઉપર રહેતા શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની બાળકી રમતા રમતા ટેમ્પોમાંથી નીચે પટકાતા ઈજાગ્રસ્ત થઇ હતી. ત્રણ દિવસ પહેલા આ બનાવ બન્યો હતો. ત્યારે બાળકીને કોઈ દુખાવો કે કઈ થયું હતું નહીં. અચાનક ગઈ રાત્રે દુખાવો થતા તે બેભાન થઈ ગઈ હતી. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જે બાદ બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

ત્રણ હોસ્પિટલ લઇ ગયા: આ બાબતે મૃતક બાળકીના પિતા ભાગેલું ચૌહાણે જણાવ્યું કે, "ત્રણ દિવસ પહેલા સુહાની રમતા રમતા ટેમ્પોમાંથી નીચે પટકાઈ ગઈ હતી. પરંતુ સૌ પ્રથમ વખત તો તેને કશું થઇ ન હતું. પરંતુ માથાના પાછળના ભાગે મોટું ગૂમડું થઇ ગયું હતું.પરંતુ ગઈકાલે રાતે તેને માથામાં તેજ ભાગ ખૂબ જ દુખાવો થતો હોવાથી તે બેભાન થઇ ગઈ હતી.અમે તેને ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા.જ્યાં એક બાદ એક અમે ત્રણ હોસ્પિટલ લઇ ગયા હતા. આ તમામ હોસ્પિટલોમાંથી અમને એમ કહેવામાં આવ્યું કે તમે સિવિલ હોસ્પિટલ લઇને જાવ અમે અહીં લાવ્યા તો અહીં ડોક્ટરે સારવાર શરૂ કરી હતી. પરંતુ એક કલાક બાદ ડોક્ટરોએ જણાવ્યું કે, તેનું મોત થઇ ગયું છે".

"આ ઘટના ત્રણ દિવસ પહેલા બની હતી. જેમાં મૃતક સુહાની ટેમ્પોમાં રમતા રમતા નીચે પડી ગઈ હતી. તેને માથાના પાછળના ભાગે મોટો સોજો આવી ગયો હતો. પરંતુ માતા-પિતાને લાગ્યું કે, સારું થઇ જશે. પરંતુ ગઈકાલે રાતે બાળકીને માથાના ભાગે એકાએક ખૂબ જ દુખાવો થતા તેને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાંથી પરિવારને બાળકીનું વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું"-- રોહિત ચૌધરી (જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ)

લોહીનું સંચન થઇ શકતું નઈ: આ બાબતે સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર પ્રીતિએ જણાવ્યું કે, માથાના પાછળના ભાગે લોહીનો જથ્થો જામી જવાના કારણે તેનું લોહીનું સંચન થઇ શકતું નઈ હતું. જેથી તેનું મોત થયું હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો મોતનું સાચું કારણ જાણવા માટે બાળકોના બોડીને પોસમોટમ માટે મોકલી આપ્યો છે.જો પરિવાર કહેશે તો પોસમોટમ થશે. અને ત્યારબાદ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.

  1. Surat Crime: સુરતમાં બંટી બબલીએ જવેલર્સના માલિક સાથે મળી કરી 12 જવેલર્સ સાથે કરોડોની ઠગાઈ
  2. Surat Crime: પિતા-પુત્રની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.