- કતારગામ વિસ્તારમાં ચાલુ ટેમ્પામાં લાગ આગ
- ઘટનામા કોઈ જાનહાનિ થઈ ન હોતી
- ટેમ્પામાં કેમિકલ બાયો ડીઝલ ભરવાની બનાવાય હતી ટાંકી
સુરતઃ કતારગામ વિસ્તારમાં ચાલુ ટેમ્પામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે આવી આગ ઓલવવાની કામગીરી કરી શરૂ કરી હતી. ફાયર વિભાગના અધિકારીઓ મુજબ ટેમ્પોમાં મુકવામાં આવેલા કેમિકલમાં ભીષણ આગ લાગી હતી. જોકે ઘટના સ્થળથી ડ્રાઈવર નાસી ગયો હતો અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ટેમ્પામાં અચાનક આગ લાગી
કતારગામ લલિતા ચોકડી પર ટેમ્પામાં આગ લાગતા લોકોમાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ટેમ્પામાં કેમિકલ બાયો ડીઝલ ભરવાની ટાંકી બનાવાય હતી. જેમાં કેમિકલ ભરવામાં આવ્યું તેના કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડનો જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનાની કામગીરી શરૂ કરી હતી. કતારગામ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ટેમ્પામાં આગ લગતા ટેમ્પો ડ્રાઇવર ટેમ્પો મૂકી ફરાર થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.