ETV Bharat / state

Baba Bageshwar: સુરતના વેપારી આપશે બાબા બાગેશ્વરને 1161 ગ્રામની ચાંદીની ગદા, બાબા બતાવશે ચમત્કાર... - gada made by a cloth merchant in Surat

બહુચર્ચિત અને હંમેશા વિવાદમાં રહેનાર શ્રી બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસ સુરતની મુલાકાતે છે. તેમના લાખોની સંખ્યામાં અનુયાયી તેમની એક ઝલક માટે સુરત સહિત મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્યપ્રદેશથી આવી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને ઉપહાર આપવા માટે સુરતના એક ઉદ્યોગપતિએ ખાસ ચાંદીની હનુમાનજીની ગદા બનાવી છે. આ સંપૂર્ણ રીતે હેન્ડમેડ છે અને તેનું વજન 1161 ગ્રામ છે.

A specially handmade 1161 kg silver gada made by a cloth merchant in Surat to gift Baba Bageshwar Dhirendra Shastri

author img

By

Published : May 23, 2023, 1:11 PM IST

Updated : May 23, 2023, 3:42 PM IST

સુરતના કાપડ વેપારીએ બનાવી 1161 ગ્રામ ચાંદીની ગદા

સુરત: ટેક્ષટાઈલ સીટી સુરતના કાપડના ઉદ્યોગપતિ સાવરજી બુધિયા શ્રી બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીને ઉપહાર સ્વરૂપ ચાંદીની ગદા આપશે. ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં દિવ્યા દરબારમાં હાજરી આપશે, જે તારીખ 26 અને 27મી મેના રોજ તેઓ સુરતની નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આશરે અઢી લાખ લોકો સામે કથા અને પ્રવચન આપવા જઈ રહ્યા છે. જેને લઇ તેમના ચાહકોમાં અને પ્રશંસકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવો જ ઉત્સાહ સુરતના કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા સાવરજી બુધીયાને પણ છે. કારણ છે કે, તેઓએ ધીરેન્દ્ર શાસ્ત્રી માટે 1 કિલોથી પણ વધુ વજનદાર ચાંદીની ગદાનો ઓર્ડર સુરતના જ્વેલર્સ દીપક ચોકસીને આપ્યો હતો.

A specially handmade 1161 kg silver gada made by a cloth merchant in Surat to gift Baba Bageshwar Dhirendra Shastri
A specially handmade 1161 Gram silver gada made by a cloth merchant in Surat to gift Baba Bageshwar Dhirendra Shastri

હિન્દુ અને સનાતન ધર્મની વાત: આ અંગે વેપારી સાવરજી બુધિયાએ જણાવ્યું હતું કે, જે લોકો હિન્દુ અને સનાતન ધર્મની વાત કરશે, તે હંમેશાથી આદર યોગ્ય છે. પ્રથમવાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ હનુમાનજીની ગદા અમે તેમને ભેટ સ્વરૂપ આપવા જઈ રહ્યા છે, જેથી આ ગદા બાબા બાગેશ્વર ધામના હનુમાનજીના ચરણોમાં હંમેશા રહે. અમે ઈચ્છી રહ્યા છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે આ ગદા તેમને આપવામાં આવે.

સંપૂર્ણ રીતે હેન્ડમેન્ટ: આ ગદા બનાવનાર જ્વેલર્સ દીપકભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, આ ખાસ ગદા બનાવવા માટે અમને પંદર દિવસ પહેલા જ ઓર્ડર મળ્યો હતો. આ સંપૂર્ણ રીતે હેન્ડમેન્ટ છે, એમાં મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ ગદાનું વજન 1161 ગ્રામ છે અને ચાર કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ગદાની ડિઝાઇનની વાત કરવામાં આવે તો, ખાસ ભારતીય પરંપરાગત જે ડિઝાઇન હોય છે, તે આ ગદા ઉપર જોવા મળશે. 15 દિવસમાં ગદા તૈયાર કરવામાં આવી છે અને સૌથી અગત્યની વાત છે કે કારીગરોએ આ ગદાને પોતાના હાથે તૈયાર કરી છે.

એક ઝલક મેળવવા માટે ખૂબ જ આતુર છે સુરતવાસીઓ: અત્રે ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઇ તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે અને બીજી બાજુ અનેક વિવાદો પણ સર્જાયા છે, પરંતુ આ વચ્ચે તેમના ચાહક અને પ્રશંસક એક ઝલક મેળવવા માટે ખૂબ જ આતુર છે. આ જ કારણ છે કે, સુરતના કાપડના વેપારી દ્વારા તેમને આ ચાંદીની ખૂબસૂરત ગદા ભેટ કરવા માટે તૈયાર કરાઈ છે.

આ પણ વાંચો:

  1. Bageshwar Dham On The Kerala Story: 'આ પ્રકારની ફિલ્મો બનવી જોઈએ' ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
  2. Bageshwar Dham: કાયદે મેં રાહોગે તો ફાયદે મેં રહોગે, ઉત્તરાખંડ પહોંચ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી
  3. Bageshwar Dham : મુસ્લિમ સમાજમાં કરશે રામકથા, હિન્દુત્વને બળ આપનાર ધીરેન્દ્ર શાસ્ત્રીની મોટી જાહેરાત

Last Updated : May 23, 2023, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.