ETV Bharat / state

ખેડૂત દિવસ: સુરતના દરિયાઈ કાંઠે વસેલા ખેડૂત નેધરલેન્ડના કલર કેપ્સિકમ મરચાની ખેતી કરે છે - નેધરલેન્ડના કલર કેપ્સિકમ

આજે (બુધવાર) ખેડૂત દિવસ છે. સુરતના એક ખેડૂતે કમાલ કરી નાખી છે. નેધરલેન્ડના કલર કેપ્સિકમ મરચાની ખેતી હવે સુરતમાં દરિયાઈ કાંઠે વસેલા ખેડૂતે ગ્રીનહાઉસમાં નવતર પ્રયોગ તેૈયાર કર્યો છે. જોકે, હાલ લગ્ન પ્રસંગો યોજવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાતા કોરોનાથી કલર કેપ્સિકમ મરચાને ઊંચા ભાવનું ગ્રહણ લાગ્યું છે.

સુરતના દરિયાઈ કાંઠે વસેલા ખેડૂત નેધરલેન્ડ ના કલર કેપ્સીકમ મરચા ની ખેતી કરે છે

author img

By

Published : Dec 23, 2020, 11:42 AM IST

Updated : Dec 23, 2020, 12:22 PM IST

  • આજે ખેડૂત દિવસ
  • સુરતના ખેડૂતે નેધરલેન્ડના કલર કેપ્સિકમ મરચાની ખેતી કરી
  • કેપ્સિકમ મરચાને લાગી કોરોનાની અસર
    Surat News
    સુરતના દરિયાઈ કાંઠે વસેલા ખેડૂત નેધરલેન્ડના કલર કેપ્સિકમ મરચાની ખેતી કરે છે

સુરત: આજે (બુધવાર) ખેડૂત દિવસ છે. સુરતના એક ખેડૂતે કમાલ કરી નાખી છે. નેધરલેન્ડના કલર કેપ્સિકમ મરચાની ખેતી હવે સુરતમાં, દરિયાઈ કાંઠે વસેલા ખેડૂતે ગ્રીનહાઉસમાં નવતર પ્રયોગ તૈયાર કર્યો છે. જોકે, હાલ લગ્ન પ્રસંગો યોજવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાતા કોરોનાથી કલર કેપ્સિકમ મરચાને ઊંચા ભાવનું ગ્રહણ લાગ્યું છે. આથી ખેડૂતો સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે.

ખેતરમાં ગ્રીનહાઉસ બનાવી શરૂઆતમાં જરબેરાની ખેતી કરી હતી

કૃષિ પ્રધાન ભારત દેશમાં દરિયાઈ કાંઠે ગામડાના ખેડૂતો રોજે વપરાતી શાકભાજી, ડાંગર અને શેરડીની ખેતીથી કંટાળી હવે આધુનિક ખેતી તરફ વળ્યાં છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરંજ ગામના આ છે ખેડૂત ચેતનભાઈ પટેલ. તેઓ છેલ્લા 20 વર્ષથી ખેતી કરતા આવ્યા છે. શેરડી અને ડાંગર આ વિસ્તારનો મુખ્ય પાક રહ્યો છે. જોકે, દિન-પ્રતિદિન ખેતી ખર્ચાળ થતાં તેમણે પોતાના ખેતરમાં ગ્રીનહાઉસ બનાવી શરૂઆતમાં જરબેરાની ખેતી કરી હતી. જોકે, પ્રાથમિક સફળતા મળ્યા બાદ ફૂલોની માગ ઘટી જતા તેઓ દેવામાં ઉતરી ગયા હતા. હવે દેવામાંથી બહાર નીકળવું કઈ રીતે, એની ચિંતામાં હતા તે દરમિયાન તેઓને બારડોલીના એક સેમિનારમાં જવાનું થયું અને ત્યાંથી આખો વળાંક આવ્યો.

અલગ અલગ 5 કલર કેપ્સિકમ વેરાયટીઓનું ઉત્પાદન થાય છે

ચેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે, 20 વર્ષથી ખેતી કરે છે. શેરડી-ડાંગરમાં સફળતા નહીં મળતા ગ્રીન હાઉસ બનાવ્યું. જરબેરામાં પ્રાથમિક સફળતા બાદ દેવામાં ઉતરી ગયો, બારડોલીના એક સેમિનારમાં જવાનું થયું અને પ્રેરણા મળી. ખેડૂત ચેતનભાઈએ નેધરલેન્ડથી રૂપિયા 50 હજારના ભાવથી બિયારણ મંગાવી વાવેતર કર્યું હતું. જુલાઈ માસમાં તેમણે વાવેતર કર્યું હતું. જેનું હાલ ઉત્પાદન શરૂ થઇ ગયું છે. ખેડૂતનું જો માનીએ તો, 8 થી 9 મહિનાનો આ પાક છે. જેમાં સાડા ગ્રીન કેપ્સિકમનો ભાવ 8 થી 10 રૂપિયે કિલો હોય છે. જોકે, અહીં ગ્રીનની સાથે અલગ-અલગ 5 કલર કેપ્સિકમ વેરાયટીઓનું ઉત્પાદન થાય છે. જેનો ભાવ સરેરાશ 130 થી 150 રૂપિયે કિલો મળવા પાત્ર છે, પરંતુ હાલ કોરોના મહામારી અને રાત્રી કરફ્યૂને કારણે લગ્ન પ્રસંગોમાં વિઘ્ન આવતા કલર કેપ્સિકમ મરચાના ભાવને પણ ગ્રહણ લાગ્યું છે. સરકાર માર્કેટ સિસ્ટમમાં ફેરફાર કરી ખેડૂતોની વ્હારે આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

ભૂતકાળમાં અપૂરતો ભાવ અને અપૂરતી ટેક્નોલોજીને કારણે ખેતી બંધ થઇ ગઈ હતી

ચેતનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નેધરલેન્ડથી વેરાયટી મંગાવી, 8 થી 9 મહિનાનો પાક, 120 દિવસમાં હાર્ડવેસ્ટિંગ થાય છે. ગ્રીન કેપ્સિકમનો ભાવ 8 થી 9 રૂપિયે કિલો, હોટેલ-મોલમાં કલર કેપ્સિકમનો ઉપયોગ થાય છે. જેનો ભાવ 130 થી 150 મળવો જોઈએ પણ કોરોનાને લીધે ભાવ ડાઉન છે. ભૂતકાળમાં અપૂરતો ભાવ અને અપૂરતી ટેક્નોલોજીને કારણે ખેતી બંધ થઇ ગઈ હતી, હવે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવા સાથે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મેળવી શકાય એ માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

સુરતીવાસીઓને કલર કેપ્સિકમ ઘરઆંગણે મળતા થઇ જશે

નેધરલેન્ડના કલર કેપ્સિકમ મરચા હવે સુરતના ઓલપાડમાં મળતા થઇ ગયા છે. જોકે, દેવું ભરપાઈ કરવા કલર કેપ્સિકમની ખેતી તરફ વળેલા ખેડૂતો કોરોના મહામારીને કારણે નીચા ભાવને લઇ ચિંતામાં મુકાયા છે. હવે સરકાર આવા સાહસિક ખેડૂતોને વ્હારે આવી સહાયરૂપ બને તો સુરતીવાસીઓને કલર કેપ્સિકમ ઘર આંગણે મળતા થઇ જશે અને ખેડૂતો પણ આર્થિક રીતે સધ્ધરતા પ્રાપ્ત કરશે.

Last Updated : Dec 23, 2020, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.