બારડોલી: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે આહીર ફળિયામાં રહેતો 10 વર્ષીય વિદ્યાર્થી ગુરુવારે સાંજે ટ્યુશનથી પરત ફર્યા બાદ, મિત્રો સાથે ભૂરી ખાડીમાં પાણી જોવા માટે ગયો હતો. (surat child drown )ખાડીના પૂલ પર તેણે સાયકલ પરથી સંતુલન ગુમાવ્યું હતું, અને સાયકલ સાથે સીધો ખાડીમાં પડતા તે તણાય ગયો હતો. બારડોલી અને કામરેજ ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. (child who had gone to see the water strained)
દેવકુમારનું સાયકલ પરનું સંતુલન ખોરવાય ગયું:સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે આહીર ફળિયામાં રહેતા પિન્ટુભાઈ આહીર ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમનો એકને એક 10 વર્ષીય દીકરો દેવકુમાર એના સ્કૂલમાં ધોરણ 5 માં અભ્યાસ કરતો હતો. ગુરુવારે સાંજના 5 વાગ્યાના સમયે દેવકુમાર સાઇકલ લઈ બાજુના ફળિયામાં ટયુશન ગયો હતો, અને ટયુશનથી આવીને તે ફળિયાના મિત્રો સાથે સાયકલ લઈ પાદર ફળિયામાં ભુરી ખાડીમાં પાણી જોવા માટે ગયો હતો. દેવકુમાર અને તેના મિત્રો સાયકલ લઈ ખાડીના પુલ પર પહોંચ્યા હતા અને પાણી જોઈ રહ્યા હતા, ત્યારે દેવકુમારનું સાયકલ પરનું સંતુલન ખોરવાય ગયું હતું. તે સાયકલ સાથે ખાડીના ધસમસતા પ્રવાહમાં પડ્યો હતો. દેવને પાણીમાં પડેલો જોઈને તેના મિત્રોએ બુમાબુમ કરી મુકતા લોકટોળુ ભેગું થઈ ગયું હતું. પરંતુ ત્યાં સુધી તો દેવકુમાર પાણીમાં પ્રવાહમાં ડૂબી ચુક્યો હતો.(surat monsoon)
પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું:સ્થાનિકોએ તરત પલસાણા પોલીસ મથકના જાણ કરતાં પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી, ફાયર વિભાગને જાણ કરતા બારડોલી ફાયરની તેમજ કામરેજ ફાયરની ટીમ ઘટના સ્થળે આવી શોધખોળ શરૂ કરી હતી. બન્ને ફાયરની ટીમે બે કલાકથી વધુ સર્ચ કર્યું હતું. જો કે તેમ છતાં બાળકની કોઈ ભાળ મળી ન હતી. અંધારું થવાથી અને ધસમસતા પાણીના પ્રવાહના કારણે ફાયરની ટીમે ગુરુવારે મોડી રાત્રે સર્ચ ઓપરેશન બંધ કર્યું હતુ .બાળકનો ભાળ નહિ મળતા શુક્રવારે ફરી બાળકનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. પલસાણા પોલીસે હાલ વિગત મેળવી જાણવા જોગ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આહીર પરિવારનો એકનો એક દીકરો તણાઈ જવાથી હાલ પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.