- સુરત પાંડેસરા વિસ્તારની બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં પરિવાર લઈ આવ્યા હતા
- બાળકીને ત્રણ દિવસથી ઝાડા-ઊલટી અને તાવ સહિત કફની ફરિયાદ હતી
- બાળકીની હોમ ઇસોલેશનમાં તેની સારવાર ચાલી રહી છે
સુરત: કોરોના સંભવિત ત્રીજી લહેરને લઈને લોકોમાં ચિંતા છે, ત્યારે બીજી બાજુ સુરતમાં માત્ર 9 માસની બાળકી કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. સુરત પાંડેસરા વિસ્તારની બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં પરિવાર લઈ આવ્યા હતા. જ્યાં બ્લડ સેમ્પલસહિત રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બાળકી કોરોના પોઝિટિવ આવી હતી. હાલ બાળકી હોમ ઇસોલેસનમાં સારવાર મેળવી રહી છે.
આ પણ વાચો: જન્મના 42માં કલાકે નવજાત બાળકી બની કોરોના પોઝિટિવ, પછી શું થયું વાંચો…
નવ માસની દીકરીને કોરોના પોઝિટિવ
પાંડેસરા હાઉસિંગ વિસ્તારમાં રહેતા શ્રમિકની નવ માસની દીકરીને કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. બાળકીને ત્રણ દિવસથી ઝાડા-ઊલટી અને તાવ સહિત કફની ફરિયાદ હતી. માતા-પિતા સારવાર માટે બાળકીને નવી સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. મેલેરિયા સહિત અન્ય સેમ્પલ લઇ રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા. સાથો-સાથ ડોક્ટરોએ બાળકીનું કોરોના ટેસ્ટ કરાવ્યું હતું. જેમાં બાળકી પોઝિટિવ આવી છે બાળકીનું વજન સાડા 6 કિલો છે. બાળકીના માતા-પિતા તેના ઘરે લઇ ગયા છે અને હોમ ઇસોલેશનમાં તેની સારવાર ચાલી રહી છે 9 મહિનાની બાળકીને બુધવારે કોરોના વાઇરસ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ડોક્ટરોએ હવે તેના પરિવારના સભ્યો અને તેના સંપર્કમાં આવેલા લોકોને પરીક્ષણ કરાવવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: કોરોના સંક્રમિત મિત્રના વ્હારે આવ્યા 25 વર્ષ પહેલાના 5 બેચમેટ્સ, 80 લાખથી વધુનું ભંડોળ ભેગું કર્યું
લક્ષણો મળતા બાળકોને કોરોના માટે રિપોર્ટ કરાવવામાં આવે છે
હાલમાં ચોમાસામાં શરદી અને ખાંસીની વધી રહેલી બીમારીને કારણે 200 થી વધુ બાળકો દરરોજ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગની ઓપીડીમાં સારવાર માટે પહોંચી રહ્યા છે. જેમાં ડોક્ટરો 20થી 30 બાળકોને તેમની ફરી તપાસ માટે ટ્રોમાં સેન્ટરમાં મોકલે છે. પછી ઓપીડીમાં ડૉક્ટરો વધુ સારવાર શરૂ કરે છે. બાળક દર્દીઓના સગાઓને પછીથી ટ્રોમાં સેન્ટરમાં કોરોના વાઇરસ રિપોર્ટ કરાવવા જવું પડે છે. ફરિયાદ સાથે સંબંધીઓ બાળકોને કોરોના ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સારવાર માટે ડોક્ટરો પાસે લઈ જઈ રહ્યા છે. તાવ અથવા કોરોનાના લક્ષણો મળતા બાળકોને કોરોના માટે રિપોર્ટ કરાવવામાં આવે છે. ડોક્ટરો કહે છે કે, તકેદારીના ધ્યાનમાં રાખીને જુલાઈથી સારવાર પૂર્વે અન્ય બીમારીની સાથે કોરોના રિપોર્ટ કરાવવું પણ જરૂરી છે.