ETV Bharat / state

સુરતમાં કોસાડી ખાતેથી 80 કિલો ગૌમાંસ પકડાયું, બે આરોપી ફરાર - ગાયોના કતલ

સુરત જિલ્લામાં ગૌમાસ પકડાવાનું યથાવત છે. ત્યારે, સુરત જિલ્લા SOG અને માંગરોળ પોલોસે સંયુક્ત રેડ કરી કોસાડી ખાતેથી 80 કિલો ગૌમાંસ પકડયું હતું. આ દરમિયાન, ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.

સુરતમાં કોસાડી ખાતેથી 80 કિલો ગૌમાંસ પકડાયું, બે આરોપી ફરાર

author img

By

Published : Jun 3, 2021, 10:34 PM IST

  • અવાર નવાર કોસાડીથી પકડાઈ છે ગૌમાંસ
  • જિલ્લા પોલીસે 80 કિલો ગૌમાંસ કર્યું કબ્જે
  • ગુનામાં સંડોવાયેલ 2 આરોપીને કર્યા વોન્ટેડ જાહેર

સુરત: માંગરોળ તાલુકાના કોસાડી ખાતેથી વધુ એકવાર ગૌમાંસ મળ્યાની ઘટના બની છે. સુરત જિલ્લા SOGની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે કોસાડી ગામે 42 ગાલા ફળિયાની પાછળ કીમ નદીના તટ પર ખુલ્લે આમ ગૌ વંશ કપાઈ રહ્યા છે. આથી, ચોક્કસ બાતમીના આધારે જિલ્લા SOG ટીમ અને માંગરોળ પોલીસે સંયુક્ત રેડ કરતા જગ્યા પરથી 80 કિલો ગૌમાસ, તેમજ નાના મોટા છરા મળી 8650નો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. આ ગુનામાં કોણ સંડોવાયેલા છે તેની તપાસ કરતા એમલ અહમદ જીભા અને એક અજાણ્યા શખ્સની સંડોવણી બહાર આવતા પોલીસે બન્નેને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે તેઓ વિરુદ્ધ પશુ સંરક્ષણની કલમ તેમજ પશુ સુધારણા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 1,00,490 કિલો ગૌમાંસ પકડાયું

PSIનું નામ સાંભળતા જ ગાયોની કતલ કરતા ફફડે છે કસાઈઓ

કોસાડી ગામેં ગાયોના કતલ અને ગૌ માંસનો વેપલો કરવામાં પહેલેથી કુખ્યાત છે. આજથી થોડા વર્ષો પહેલા કોસાડીમાં ખુલ્લે આમ ગાયોની કતલ અને ગૌમાંસ વેચાતું હતું. કદાચ પોલીસને એ વિસ્તારમાં રેડ કરવી હોય તો એકવાર વિચાર કરવો પડે છે. પરંતુ, જ્યારથી માંગરોળ પોલીસ સ્ટેશનના PSI તરીકે ફરજ બજાવતા પરેશ નાઈએ પહેલા દિવસથી કસાઈઓ પર કાબુ લેવા અને ગૌ હત્યા બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ તકે, બાતમી મળી હોય તો અડધી રાત્રે પોતાની જીવની પરવા કર્યા વગર રેડ કરવા જતા અને કસાઈઓને જેલના સળિયાથી લઈ પાસા હેઠળ અને તડીપાર કરવા સુધી કામગીરી કરવામાં આવતી.

આ પણ વાંચો: નવસારીના કાગદીવાડમાંથી 123 કિલો ગૌમાસ ઝડપાયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.