- NSUI કાર્યકરોની આગેવાની હેઠળ વાલીઓ મંડળના સભ્યો થયા એકઠા
- શાળા-કોલેજમાં ફીમાં રાહત આપવા વડાપ્રધાનને પત્રો લખ્યા
- ફીમાં રાહતની માગણી સાથે વડાપ્રધાનને 5000 પત્ર મોકલાયા
સુરત : શહેરના વરાછા સ્થિત માતાવાડી વિસ્તારમાં આવેલા પોસ્ટ ઓફિસ ખાતે આજ રોજ NSUIના કાર્યકરોની આગેવાની હેઠળ વાલી મંડળના સભ્યો વડાપ્રધાનને લખવામાં આવેલા પત્રો પોસ્ટ કરવા માટે પહોંચ્યા હતાં.
NSUI અને વાલી મંડળ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શાળા-કોલેજોની છ માસ માટેની ફી માફ કરવાની માગ સાથે આ પત્ર અભિયાન ચલાવી રહ્યા હતાં. જે દરમિયાન આજ રોજ પાંચ હજાર જેટલા પત્રો વડાપ્રધાનને પોસ્ટ મારફતે મોકલી રજુઆત કરવામાં આવી છે.
આ તકે વાલી મંડળના સભ્ય ડિયા નાવડીયાએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાની મહામારી વચ્ચે ધંધા વેપાર લોકોના ઠપ્પ પડ્યા છે. આ વચ્ચે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓની બાકી રહેલી ફી માટે વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. જેથી શાળા-કોલેજોની છ માસ માટેની ફી માં રાહત આપવામાં આવે તેવી માગ સાથે વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.