સુરત: શહેરના છેવાડે આવેલ હજીરા પાસે સુંવાલી દરિયામાં પાંચ યુવકો ડૂબી( Suvali beach of Surat)જતા પરિવારના લોકોએ બુમાબુમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સુંવાલી ગામના સ્થાનિક તરવૈયાઓએ દરિયામાં(Hazira Suvali beac)જઈ એક યુવકની બોડી બહાર લાવ્યા હતા. જોકે ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અન્ય ચાર લોકોની શોધખોળ કરવા માટે પોલીસે ફાયર વિભાગને (Surat Fire Department)જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અન્ય ચાર લોકોની શોધ ખોળ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ પાદરા નજીક નર્મદા કેનાલમાં 2 પરપ્રાંતીય યુવાનો ડૂબ્યા, ફાયરબ્રિગેડે શોધખોળ હાથ ધરી
પોતાના પરિવાર સાથે સવાલી ફરવા આવ્યો - પાંચ યુવક માંથી એક યુવકની બોડી બહાર કાઢવામાં આવી હતી. મૃતક યુવકનું નામ સાગર સાહેબરાવ સળવે જેઓ 25 વર્ષીય છે. જેઓ પોતાના પરિવાર સાથે સવાલી ફરવા આવ્યો હતો. બોડી જોતા જ પરિવારનું કરુણ રુદન શરૂ થઇ ગયું હતું. આ બાબતે મૃતક સાગરના કાકા દિલીપ સલાવેએ જણાવ્યું કે, સાગર બે દિવસ પેહલા જ મારા નાના છોકરાના સગાઈમાં આવ્યો હતો. તે મારા મોટા ભાઈનો મોટો છોકરો છે. અભ્યાસ પણ કરે છે અને નાસિકમાં નોકરી પણ કરે છે. સાગરના છ મહિના પહેલા લગ્નન થયા હતા.
આ પણ વાંચોઃ જામનગરમાં માનતા પૂર્ણ કરવા ગયેલા પાંચ યુવકો ડેમમાં ન્હાવા પડ્યાં, ડૂબી જવાથી બેના મોત
તેમની શોધખોળ હાલ ફાયર વિભાગ કરી રહી - વધુમાં જણાવ્યું કે મારો પરિવાર ફરવા માટે જતા હતો ત્યારે જ મેં કહ્યું હતું કે, તમે બધા સુવાલી જાવ છો પણ ત્યાં ધ્યાન રાખજો ત્યાં પાણી ખુબ જ હોય છે. સાગરની પત્નીને ત્રણ માસનો ગર્ભ છે. તે પણ પાણીમાં ગઈ હતી પરંતુ તે તરત બહાર આવી ગઈ હતી. સાગરના પરિવારમાં તેનો બે નાના ભાઈ અને મમ્મી પપ્પા છે. અન્ય લોકો કોણ છે એમને તો અમે ઓળખતા નથી. પરંતુ સાગર જોડે જ એ લોકો હતા. તેમની શોધખોળ હાલ ફાયર વિભાગ કરી રહી છે.