ETV Bharat / state

Surat News: સુરતમાં ત્રણ વર્ષનો બાળક રમતાં-રમતાં પાણીના ટપમાં પડી જતાં થયું મોત

સુરતના લીંબાયત વિસ્તારમાં ત્રણ વર્ષનો બાળક રમતાં-રમતાં પાણીના ટપમાં પડી જતાં મોત થવાની ઘટના સામે આવી છે. હાલ આ મામલે લીંબાયત પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Surat News
Surat News
author img

By

Published : Apr 7, 2023, 10:39 PM IST

સુરત: શહેરમાં ફરી માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. લીંબાયત વિસ્તારમાં ત્રણ વર્ષનો બાળક રમતાં-રમતાં પાણીના ટપમાં પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ કલ્પના સુપર સોસાયટીની સામે રહેતા સંતોષભાઈ બાગલ જેઓ ટેક્સતાઈ માર્કેટમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલવે છે. તેમનો ત્રણ વર્ષનો છોકરો ગઈકાલે સાંજે રમતાં-રમતાં અગાસીના છત ઉપર ગયો હતો. જ્યાં પાણીના મોટા ટબમાં પડી જતા ડૂબી જવાથી તેનું મોત થયું હતું. હાલ આ મામલે લીંબાયત પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પરિવારે આખી રાત કરી શોધખોળ: આ બાબતે લીંબાયત પોલીસે જણાવ્યું કે 5 એપ્રિલે મૃતક ત્રણ વર્ષનો બાળક ઘરે રમી રહ્યા હતો. ત્યારે તે ઘરના છત ઉપર કાળા કલરના મોટા ટબમાં રમતાં-રમતાં પડી ગયો હતો. ટબમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. તે સમયે ઘરે લાઈટ ગઈ એટલે પરિવારને બાળક ન દેખાતા અંતે આખી સોસાયટીમાં શોધખોળ હાથ ધરી હતી. પરિવારે રાજની આખી રાત શોધખોળ કરી હતી. સવારે રાજની કાકી ટબમાંથી પાણી લેવા ગયા હતા. પાણી લેતા સમય તેમણે ટબની અંદર પાણીમાં બાળકને જોઈ બુમાબુમ કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો: Maharashtra News: હોમવર્ક ન કરવા બદલ ટ્યુશન ટીચરે માર માર્યો, છોકરાએ ગુમાવી સાંભળવાની ક્ષમતા

તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો: બાળકને તાત્કાલિક ટબમાંથી બહાર કાઢી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાંથી જ સ્વીમેર પોલીસ ચોકી દ્વારા લીંબાયત પોલીસને જાણ કરવામાં આવી હતી. ડોક્ટરે મોતનું સાચું કારણ જાણવા માટે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી આપ્યો હતો. જેમાં બાળકનું ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: MP News: સાગર જિલ્લાની મિશનરી સ્કૂલની બાયોલોજી લેબમાંથી મળ્યો માનવ ભ્રૂણ

માતા-પિતા માટે ચેતવણી: ઉલ્લેખનીય છે કે શહેરમાં અગાઉ પણ પણ લીંબાયત વિસ્તારમાં બે વર્ષની બાળકી રમતારમતા પાણીના ટબમાં ઉંધી વળી જતા તેનું મોત થઇ ગયું હતું. જોકે આવી ઘટનાઓથી માતા-પિતાએ શીખવા જેવું છે કે, નાની નાની બાબતે પણ તેઓ પોતાના સંતાનનું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તેઓ ઘરમાં એકલા રમતા હોય તો વારંવાર તેમની ઉપર ધ્યાન આપતાં રહેવું જોઈએ. કોઈ જવલનશીલ પ્રવાહી કે પાછી પદાર્થ કાંતો કોઈ પણ એવી વસ્તુઓ ના મુકો જેનાથી તમારા સંતાનોને નુકસાન થઇ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.