ETV Bharat / state

કેરળના પરંતુ સુરતમાં રહેતા કુટ્ટન પરિવારના 3 સભ્યોએ કોરોના સામે જંગ જીતીૃ - Civil hospital

સુરતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતનો મૃત્યુદર ઘટી રહ્યો છે અને રિકવરી રેટ વધી રહ્યો છે. નવા કેસોનું પ્રમાણ પણ ઓછું થઈ રહ્યું છેે. અનેક દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફરી રહ્યાં છે. સુરતના પાંડેસરામાં રહેતા દક્ષિણ ભારતીય પરિવારના ત્રણ સભ્યોને કોરોનાએ ઝપેટમાં લીધો હતો. પરંતુ કુટ્ટન પરિવારના જોમ-જુસ્સા સામે કોરોના ઘૂંટણીયે પડ્યો હતો. ત્રણે સભ્યો કોરોનાને સામૂહિક લડત આપીને વિજયી બન્યાં છે.

અંબીલીબહેન હોસ્પિટલના સ્ટાફ
અંબીલીબહેન હોસ્પિટલના સ્ટાફ
author img

By

Published : May 15, 2021, 9:40 AM IST

  • મૂળ કેરળના સુરતમાં રહેતા પરિવારના 3 સભ્યોનો કોરોનો પોઝિટિવ આવ્યો
  • પ્રથમ પતિ અને પછી પત્ની અને પુત્રી પોઝિટિવ આવ્યા હતા
  • ત્રણેય કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા હતા

સુરત : મૂળ કેરળ રાજ્યના એલેપ્પી નગરના નિવાસી અને સુરતમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી ઓમન કુટ્ટન, પત્ની અંબીલી અને પુત્રી આર્યા સાથે પાંડેસરા વિસ્તારમાં રહે છે. આ પરિવારના તમામ સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા. આ પરિવાર કોરોનાના કહેરથી હોસ્પિટલના બિછાને આવી પડ્યો હતો.

પુત્રી આર્યાનો પણ રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો
50 વર્ષીય ઓમનભાઈને તારીખ 22 એપ્રિલે ન્યુમોનિયા થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તથા સારવાર હેઠળ હતા. તે સમય દરમિયાન તેમના પત્ની અંબીલીબહેન પણ તારીખ 27મીએ કોરોના પોઝિટિવ આવ્યા હતા. શ્વાસ લેવામાં સમસ્યા હોવાથી તેમને સિવિલમાં દાખલ કરાયા હતા. અધૂરામાં પૂરુ તેમની પુત્રી આર્યાનો પણ રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. વધુ તકલીફ ન હોવાથી તેણે હોમ ક્વોરન્ટાઈન રહી સારવાર મેળવી હતી.

આ પણ વાંચો : 105 વર્ષીય દેવંતી દેવી અને કોરોના સામેની લડાઇ, મહામારી સામે જીતની ગાથા
માતા-પુત્રી પણ કોરોનાગ્રસ્ત આવ્યા હતા
અંબીલીબહેને જણાવ્યું હતુ કે, બમરોલી હેલ્થ સેન્ટરમાં દાખલ થયા ત્યારે તપાસ દરમિયાન પતિનો પણ કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ન્યુમોનિયા તો હતો. પરંતુ કોરોના થતા પરિવાર પર ગ્રહણ લાગ્યું હોય એવું લાગ્યું હતું. સારવાર માટે તેમને તારીખ 30મી એપ્રિલના રોજ સિવિલમાં રિફર કરાયા હતા. એક બાજુ સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલા પતિની ચિંતા અને બીજી બાજુ અમે માતા-પુત્રી પણ કોરોનાગ્રસ્ત હોવાથી શું કરવું તેવું કંઈ સુઝતું ન હતું.

આ પણ વાંચો : આણંદના જયાબેનને અનેક બીમારીઓ હોવા છતાં કોરોનાને હરાવ્યો, જાણો મક્કમ મનોબળના જીવતા ઉદાહરણ વિશે...

વીડિયોકોલથી વાત કરી પરસ્પર એકબીજા સાથે સંપર્ક જાળવી રાખતા

નવી સિવિલના તબીબો મને પતિના ખબર-અંતર આપતા રહેતા હતા અને પણ ચિંતા ન કરવા જણાવતા હતા. અમે ઓમનભાઈને અને તમને બન્નેને સ્વસ્થ કરીને જલ્દી જ ઘરે મોકલશું.' એવું કહેતા ત્યારે ખૂબ રાહત થતી. વીડિયોકોલથી વાત કરી પરસ્પર એકબીજા સાથે સંપર્ક જાળવી રાખતા અને સ્વાસ્થ્યની જાણકારી મેળવતા હતા.

પુત્રી આર્યા પણ આઈસોલેશનમાં રહી સ્વસ્થ થઈ

ઈશ્વરકૃપા અને તબીબોની ઉમદા સારવાર મળતા હું તારીખ 5મી મે અને પતિ પણ તારીખ 9 મેના રોજ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. મને મારા કરતાં પતિ અને દિકરીની ચિંતા વધુ સતાવતી હતી. સિવિલના ડોક્ટર્સ પર પૂર્ણ વિશ્વાસ હતો કે, તેઓ મારા પતિને વહેલી તકે કોરોના સામે જીત અપાવશે અને હેમખેમ ઘરે પરત ફરશે. પુત્રી આર્યા પણ આઈસોલેશનમાં રહી સ્વસ્થ થઈ હતી. મારો ભરોસો સાચો ઠર્યો એમ તેઓએ ખુશીની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.