સુરત : કોરોનાની મહામારીને પગલે ભારત સહિતના અનેક દેશોએ લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે અન્ય દેશોમાં લાખો ભારતીયો ફસાયા છે. ત્યારે રોટરી ક્લબ સાથે જોડાયેલા પરિવારના બાળકો સોશિયલ એકસચેન્જ કાર્યક્રમ હેઠળ બ્રાઝીલ ગયેલા હતા. સુરત સહિતના 23 સગીર વિદ્યાર્થીઓ ફસાયા છે. કેન્દ્ર સરકારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વંદે ભારત મિશનની શરૂઆત કરી છે. જેના ભાગ રૂપે અનેક લોકોને પરત લાવવામાં આવ્યા છે. જો કે, બ્રાઝિલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટેનું કોઈ આયોજન કરવામાં ન આવ્યું હોવાનો આરોપ પરિવારજનો કરી રહ્યા છે.
સોશિયલ એકસચેન્જ કાર્યક્રમ હેઠળ બ્રાઝીલ ગયેલા સુરત સહિતના 23 સગીર વિદ્યાર્થીઓ ફસાયા - 23 students from Surat who went to Brazil under the social exchange program are trapped
બ્રાઝિલ જેવા દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પોણા ચાર લાખ સુધી પહોંચી ગઈ છે. ત્યારે રોટરી ક્લબ સાથે જોડાયેલા પરિવારના સુરત સહિતના અન્ય શહેરોના 23 જેટલા સગીરો છેલ્લા 4 મહિનાથી બ્રાઝિલમાં ફસાયા છે. અનેક રજૂઆતો કરવા છતાં પણ તેમને ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવાને બદલે બ્રાઝિલની ઈન્ડિયન એમ્બેસી દ્વારા તેઓને સ્વખર્ચે જવા માટે બે લાખ રૂપિયા તેમજ 14 દિવસનો કોરોન્ટાઈન ખર્ચ આપવા જણાવવામાં આવ્યું છે. જેથી તેમના સગીર બાળકોને લઈને પરિવારજનો ચિંતામાં મુકાયા છે.