- સુરતમાં ગરબા જોવા જતા યુવાનનુ મોત
- સુરતમાં સલુનની દુકાનમાં કામ કરીપરિવારને આર્થિક મદદ કરતો
- 22 વર્ષનો છોકરો મહારાષ્ટ્ર છોડી સુરતમાં રોજીરોટી કમાવા આવ્યો હતો
સુરતઃ સુરત પાંડેસરા વિસ્તારના તાનસેન નગરમાં રહેતો યુવાન ઘરેથી ગરબા જોવાનું કહી નીકળ્યો હતો. સુરતના ઓએનજીસી બ્રિજ પાસે અચાનક યુવાનનુ ગાડી પરથી બેલેન્સ ગુમાવતા યુવાનનું માથું ડિવાઈડર સાથે અથડાયું અને ત્યાંજ મોત થઈ ગયુ. છોકરાનુ નામ વિકી બાંગુલ છે, ઉમર 22 વર્ષ છે. આ યુવાન વેસુમાં સલૂનની દુકાનમાં કામ કરતો હતો. વિકી બાંગુલ મૂળ મહારાષ્ટ્રના શિરપુર જિલ્લાના ધુલીયા ગામનો રહેવાસી હતો
પરિવારનો આર્થિક શહરો છીનવાયો
સુરતમાં નવરાત્રી ગરબા જોવા માટે નીકળેલા સલૂનની દુકાનમાં કામ કરતો છોકરાનું ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ ONGC બ્રિજ પાસે રોડ અકસ્માતમાં મોત થયું હતું. વિકી બાંગુલનો પરિવાર મહારાષ્ટ્રના શિરપુર જિલ્લાના ધુલીયા ગામે રહે છે,એકલો પાંચ વર્ષથી સુરતમાં રહી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. આ સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
પાંચ વર્ષ પેહલા સુરત રોજગારી માટે આવ્યો હતો.
મૃતક વિકીના મામાના છોકરો કહ્યું કે, આ મારો જ ભાઈ લાગે છે.સલૂનની દુકાનમાં કામ કરે છે. છોકરો પાંચ વર્ષ પહેલા પોતાના વતનથી સુરત રોજગારી માટે આવ્યો હતો. ધીરે ધીરે તેણે હેર કટીંગનું કામકાજ શીખી લીધું હતું. ત્યાર બાદ છેલ્લા બે વર્ષથી વેસુના એક સલૂન પાર્લરમાં જોબ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. વિકી ઈચ્છા મોડલિંગ કરવાની હતી. પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે તેની ઇચ્છા અધૂરી રહી ગઈ હતી. તેણે વિચાર્યું કે સુરતમાં જઈએ હું કામ પણ કરીશ પરિવારને આર્થિક રીતે મદદ પણ કરી અને મારી મોડેલ બનાવની ઈચ્છા પણ પૂરી કરીશ.
ઈચ્છાપોર પોલીસ નિવેદન
ઈચ્છાપુર પોલીસે જણાવ્યુ કે, ગઈકાલે રાતે 12:30 વાગે ઈચ્છાપુર પોલીસ કંટ્રોલરૂમમાં આ અકસ્માત કોલ આવ્યો તો ત્યારબાદ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની પીસીઆર ઘટના સ્થળે પોહચી ગઈ હતી. ત્યાંથી સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ બોડીને સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવી હતી. હાલ તો અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ UP Road Accident : બારાબંકીમાં પ્રાઇવેટ બસ અને ટ્રકની ટક્કર, 9 ના મોત, અનેક લોકો ઘાયલ થયા
આ પણ વાંચોઃ સુરત જિલ્લાના માંડવી ખાતે કોંગ્રેસના ધારાસભ્યની આગેવાનીમાં કરાયું બસ રોકો આંદોલન