- 36 બેઠકો માટે 219 દાવેદારો
- 3 દિવસથી ચાલતી હતી સાંભળવાની પક્રિયા
- આગામી માર્ચ માસમાં યોજાશે ચૂંટણી
સુરત : બારડોલી નગર ભાજપ કાર્યાલય ખાતે આવનારી નગરપાલિકાની ચૂંટણીને લઈ ટિકિટ માટે દાવેદરી કરનારા દાવેદારોને સંભાળવામાં આવ્યા હતા. બુધવારના રોજ છેલ્લા દિવસે કુલ 219 ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે પોતાની ઈચ્છા પાર્ટીના નિરીક્ષકો સમક્ષ રજૂ કરી હતી.
ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકોએ સાંભળ્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે બારડોલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીની પ્રણાલી મુજબ ચૂંટણી લડવા માંગતા ઇચ્છુક દાવેદારોને સાંભળવાની પ્રક્રિયાના શરૂ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે બુધવારના રોજ બારડોલી નગર ભાજપ કાર્યાલય ખાતે પાર્ટી દ્વારા નિરિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
9 વૉર્ડમાં 219 દાવેદારો
સુરત જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી યોગેશ પટેલ, જિલ્લા ભાજપ સંગઠનનાં ઉપપ્રમુખ તુષાર પટેલ તેમજ મહિલા નિરિક્ષક તૃપ્તિ પટેલ દ્વારા બારડોલી નગરનાં 9 વૉર્ડની 36 બેઠકો માટે અંદાજીત 219 ઇચ્છુક દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા.
સૌથી વધુ વૉર્ડ નંબર 4માં 40 દાવેદારો
ટિકિટ વાંચ્છુકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌથી વધુ દાવેદારી વૉર્ડ નંબર 4માં થઈ હતી. વોર્ડ નંબર 4માંથી કુલ 40 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. બીજી તરફ વૉર્ડ નંબર 6માં માત્ર 8 દાવેદારોએ દાવેદારી કરી હતી. આ પ્રસંગે બારડોલી નગર ભાજપ સંગઠન પ્રમુખ રાકેશ ગાંધી, મહામંત્રી અનંત જૈન, જગદીશ પટેલ તેમજ નગર ભાજપ સંગઠનનાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા.