સરથાણા પોલીસના તત્કાલીન PI સહિત 4 પોલીસ કર્મચારીઓ દ્વારા 30 લાખનો તોડ કરીને વાહનચોરીના રેકેટના મામલને બારોબાર નિપટાવી લેવામાં આવ્યો હતો. જે અંગે ACBમાં ગુનો નોંધાતા આરોપીઓ છેલ્લા 4 માસથી નાસી પાસ થઇને ફરાર થઇ ગયા હતા. જેની જામીન અરજી સુરત કોર્ટે ફગાવી દીધી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ જામીન અરજી નામંજૂર થતા ચારેય આરોપીઓ સુરત કોર્ટમાં રજુ થયા હતા. જેની સુરત ACBએ કસ્ટડી મેળવીને આગળ તપાસ શરુ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, લસકાની નજીક આવેલ ગેરેજના માલિક દ્વારા લકઝરી બસના ચેસિસ અને નંબર પ્લેટ બદલી વાહન ચોરીનું રેકેટ ચલાવવામાં આવતું હતું. જેની જાણ સરથાણા PIને થતાં ગેરેજના માલિકની અટકાયત તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે 30 લાખનો તોડ કરી મામલાને બારોબાર નિપટાવી દેવામાં આવ્યો હતો.