સુરતીઓએ માત્ર સ્થળ પર સમાધાન પેટે એક દિવસના 14 લાખ રૂપિયાથી વધુનો દંડ ભર્યો છે. 19 લાખ રૂપિયાનું તો માત્ર ઈ ચલણ દંડ ભર્યું છે. એટલે કે, એક દિવસમાં 33 લાખ રૂપિયાનો દંડ ટ્રાફિક પોલીસે ફટકાર્યો છે. કેશ દંડ, RTO દંડ તો બાકી જ છે. ગત રોજ 3500 લોકો સામે કેશ કર્યા છે. 2800 લોકો પર એક દિવસમાં ઈ મેમો ફટકાર્યો છે. છેલ્લા 7 દિવસમાં સુરતીઓએ 84 લાખ રૂપિયા સ્થળ પેટે દંડ અને 1.25 કરોડ રૂપિયાનો દંડ પેટે ફટકારી દીધો છે. 7 દિવસમાં 2 કરોડ 14 લાખ રૂપિયા કુલ દંડ ફટકારવામાં આવ્યો છે.
ભારતના અન્ય રાજય કરતા સુરત શહેરની દંડ ભરવા અને ટ્રાફિક નિયમન તોડવાની વાત કરીએ તો સુરત ગુજરાત ભરમાં દંડ ભરવા માટે મોખરે છે. સુરતીઓને હેલ્મેટ કે, PUC ન હોવાથી દંડ ફટકારવામાં આવ્યો છે.