સુરત : જે રીતે રાજ્યમાં અને ખાસ કરીને સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખી હોસ્પિટલ ઉપરાંત સુરતમાં આઠ જેટલા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર સમાજ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ સેન્ટરમાં ડોક્ટર અને પેરામેડિકલ ટીમ તો હશે જ પરંતુ તેમની મદદ કરવા માટે શહેરીજનોને આહવાન કરવામાં આવ્યું હતું કે, તેઓ આ ભગીરથ કાર્યમાં સામેલ થાય. ગણતરીના કલાકોમાં અલથાણમાં આવેલા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર માટે ઓનલાઈન 186 લોકોએ આવેદન પત્ર આપ્યું હતું અને આ તમામ આજે ટ્રેનિંગ લેવા માટે આવ્યા હતા. ટ્રેનિંગ કાર્યક્રમમાં અગ્ર સચિવ જયંતિ રવિ પણ હાજર રહીને તમામના નિર્ણયને બિરદાવ્યું હતું.
કોવિડ કેર સેન્ટરમાં ડૉક્ટર્સ-પેરામેડિકલ સ્ટાફની મદદ માટે 186 લોકોએ ઓનલાઈન આવેદન કર્યું
જિલ્લાના અલ્થાણ વિસ્તાર ખાતે આવેલા નવનિર્મિત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની મદદ કરવા માટે 186 લોકોએ ઓનલાઈન આવેદન કર્યું હતું. આ તમામ લોકોની ટ્રેનિંગ સૂરતના સાયન્સ સેન્ટર ખાતે યોજવામાં આવી છે. ટ્રેનિંગમાં રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ હાજર રહી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ તમામમાં કેટલાક આવા લોકો પણ છે જે હાલ જ કોવિડને માત આપી સાજા થયા છે.