ETV Bharat / state

સુરતમાં કોરોના વોરિયર્સની માનવતા, 13 પોલીસ કર્મીઓએ કર્યા પ્લાઝમા ડોનેટ

author img

By

Published : Aug 27, 2020, 7:30 PM IST

કોરોના કાળમાં રાત-દિવસ ફરજ બજાવતા સુરતના પોલીસ કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા હતા. જે કોરોનાને માત આપી સ્વસ્થ થઇ ફરી ફરજમાં જોડાયા છે. જેમાના 13 પોલીસ અધિકારી પોલીસ કમિશનરની પ્રેરણાથી સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કરીને સંવેદના સાથે માનવતાનો ધર્મ નિભાવ્યો છે.

plasma donated
plasma donated

સુરતઃ વૈશ્વિક કોરોના મહામારીનો માર્ચ-2020માં સુરત શહેરમાં પ્રથમ કેસ નોંધાયો હતો. રાજય સરકારે કોવિડ-19 સંક્રમણને રોકવા લોકડાઉનનો અમલ શરૂ કર્યો હતો. લોકડાઉનનો સખ્તાઇથી અમલ કરવા કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ પોલીસ અધિકારી-કર્મચારીઓ રાત-દિવસ ફરજ બજાવી રહ્યા છે. ફરજ દરિમયાન અનેક પોલીસ અધિકારી-કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. અને સ્વસ્થ થઇ પુનઃ ફરજમાં જોડાયા છે. જે પૈકી 13 જેટલા પોલીસ કર્મીઓએ પોલીસ કમિશનર અજયકુમાર તોમરની પ્રેરણાથી સ્મીમેર હોસ્પિટલમાં પોતાના પ્લાઝમા ડોનેટ કરીને સંવેદના સાથે માનવતાનો ધર્મ નિભાવ્યો છે.

13 પોલીસ કર્મીઓએ કર્યા પ્લાઝમા દાન

મૂળ સુરતના કતારગામ ખાતે રહેતા પૃથ્વીરાજસિંહ વાઘેલા સાયબર ક્રાઇમના આસી. સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. તારિખ 17 જુલાઇના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ સ્વસ્થ થઇ પુનઃ ફરજ પર જોડાયા હતા. તેઓ કહે છે કે, પ્લાઝમાં ડોનેટ કરવા અમને પ્રોત્સાહન મળ્યું છે. ફરજ સાથે માનવીય ફરજ અદા કરવાનું કર્તવ્ય નિભાવ્યું છે. જરૂર પડશે તો 15 દિવસ પછી ફરી પ્લાઝમાં ડોનેટ કરશે.

મૂળ ભાવનગરના મહુવા તાલુકાના ભાદર ગામના વતની અને હાલ કતારગામ વિસ્તારની નંદનવન સોસાયટીમાં રહેતા નાઝભાઈ ભૂકણ સુરત સાયબર ક્રાઈમમાં છેલ્લા ચાર વર્ષથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમનો 17 જુલાઈના રોજ કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. 15 દિવસ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર લઈ કોરોનાને માત આપી ફરજ પર હાજર થયા હતા. સ્વસ્થ થયા બાદ 28 દિવસ પૂર્ણ થતા તેમણે પ્લાઝમાનું ડોનેટ કર્યું છે. તેઓ કહે છે કે, કોરોનાની વિપરિત પરિસ્થિતિમાં પ્લાઝમાં દાનનો અવસર યાદગાર બની રહેશે. પુણ્યની તકને મે ઝડપી લીધી છે.

મૂળ રાજકોટના અને 4 વર્ષથી સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય પિયુષભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, અમારી 13 વ્યકિતઓની ટીમમાંથી સાતના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તા.17 જુલાઈથી અમને સાત લોકોને ડોક્ટરની સલાહ મુજબ 14 દિવસ માટે હોમ આઇસોલેશનમાં રહ્યા બાદ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઈને ફરજ પર હાજર થયા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.