ETV Bharat / state

સુરતમાં શરાબની મહેફિલ માણતા 10 કર્મચારીઓ સસ્પેન્ડ

જિલ્લાના ખરવર નગર વાહન ડેપોમાં શરાબની મહેફિલ માણતા હેલ્થ વર્કર, ડ્રાઇવર, બેલદાર સહિતના કર્મીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા 10 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

author img

By

Published : Jul 20, 2020, 3:04 PM IST

શરાબની મહેફિલ માણતા 10 કર્મચારીઓ સસ્પેન્ડ

સુરત: શહેરના ખરવર નગર વાહન ડેપોમાં શરાબની મહેફિલ માણતા હેલ્થ વર્કર, ડ્રાઇવર, બેલદાર સહિતના કર્મીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના પગલે કાર્યવાહી હાથ ધરતા 10 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઉધના ઝોન ખાતે પ્રાયમરી હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા દેવાંગ ભરત દેસાઈ, વી.બી.ડી.સી.ના બેલદાર નિતિન અશોક પટેલ, ડ્રાઈવર મહેશ રામભાઈ પટેલ, જયેશ અર્જુનભાઈ પટેલ, જગદીશ ઘેલાભાઈ પટેલ, સફાઈ કામદાર ડ્રેનેજ અરવિંદ મથુરભાઈ સોલંકી, સફાઈ કામદાર વિજયકુમાર પરષોત્તમભાઈ નાયકા તથા અક્ષય રમેશભાઈ પટેલને તેઓની ફરજ દરમિયાન ગત તારીખ 17ના રોજ ખરવરનગર વાહન ડેપો ખાતે અન્ય સાથી કર્મચારી સાથે શરાબની મહેફિલ માણતા હોવાનો વીડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ સમગ્ર ઘટનાને પગલે ફરજ પર ગેરશિસ્ત જણાતા કમિશનરે કડક પગલાં લઇ અને તમામ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.