ETV Bharat / state

સુરત શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાંથી 1 હજાર જેટલા યુનિફોર્મ ભંગાર હાલતમાં મળી આવ્યા

સુરત શિક્ષણ સમિતિ વિવાદમાં આવી છે. પાંડેસરામાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાંથી 1 હજાર જોડી જેટલા યુનિફોર્મ મળી આવ્યા હતા. ઘણા સમયથી પડી રહેલા યુનિફોર્મ ખરાબ થઇ ગયા છે. ત્યારે અહી સવાલ ઉભો થાય છે કે, કેમ આ યુનિફોર્મની વહેચણી કરવામાં ન આવી અને 1 હજાર જેટલા યુનિફોર્મ ખરાબ થઇ જતા જવાબદાર કોણ ?

શિક્ષણ સમિતિ
શિક્ષણ સમિતિ
author img

By

Published : Dec 10, 2020, 8:41 PM IST

Updated : Dec 10, 2020, 9:11 PM IST

  • સુરત શિક્ષણ સમિતિ વિવાદમાં આવી
  • સુમન સ્કુલના રૂમમાંથી યુનિફોર્મ ભંગાર હાલતમાં મળી આવ્યા
  • યુનિફોર્મના કારણે શિક્ષણ સમિતિને કેટલું નુકશાન

સુરત : શિક્ષણ સમિતિ વિવાદમાં આવી છે. પાંડેસરામાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાંથી 1 હજાર જોડી જેટલા યુનિફોર્મ મળી આવ્યા હતા. ઘણા સમયથી પડી રહેલા યુનિફોર્મ ખરાબ થઇ ગયા છે. ત્યારે અહી સવાલ ઉભો થાય છે કે, કેમ આ યુનિફોર્મની વહેચણી કરવામાં ન આવી અને 1 હજાર જેટલા યુનિફોર્મ ખરાબ થઇ જતા જવાબદાર કોણ ?

શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાંથી 1 હજાર જોડી જેટલા યુનિફોર્મ ભંગારની હાલત મળી આવ્યા
યુનિફોર્મ ભંગારની હાલતમાં મળ્યા
સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વહીવટ રામભરોસે ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલોમાં ભંગાર નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે. દરમ્યાન પાંડેસરા વિસ્તારમાં આવેલી સુમન સ્કુલના બે સીલપેક બંધ રૂમમાંથી પુસ્તકો તેમજ 1 હજાર જોડી જેટલા યુનિફોર્મ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, યુનિફોર્મ ભંગારની હાલતમાં પડી રહ્યા છે.

યુનિફોર્મ ખરાબ થઇ ગયા છે તો જવાબદાર કોણ ?

આ મામલે શિક્ષકો સામે સવાલો ઉભા થયા છે કે, આ યુનિફોર્મની વહેચણી કરવામાં આવી નથી. આ યુનિફોર્મ પડ્યા પડ્યા ખરાબ થઇ ગયા છે, તો જવાબદાર કોણ ? આ ઉપરાંત આ યુનિફોર્મના કારણે શિક્ષણ સમિતિને કેટલું નુકશાન થયું છે, તે પણ એક મોટો સવાલ છે. ત્યારે આ મામલે આગામી દિવસોમાં વિપક્ષ વિરોધ નોંધાવે તો નવાઈ નહિ.

Last Updated : Dec 10, 2020, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.