- સાબરકાંઠાનો વાયરલ થઇ રહ્યો છે વીડિયો
- પોલીસે એક હજારનો દંડ ફટકારતા યુવક રસ્તા વચ્ચે ધૂણવા લાગ્યો
- પોતે કાયદો જાણતો હોવાનો કર્યો ઉલ્લેખ
સાબરકાંઠા: જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં માસ્ક વગર બહાર નીકળેલા આધેડને પોલીસે રોકીને તેને દંડ ફટકાર્યો હતો. જેના પગલે આધેડ રસ્તા પર બેસીને ધૂણવા લાગ્યો હતો. આધેડે માસ્કનો દંડ ન ભરવો પડે તે માટે ધૂણવાનું ચાલુ રાખ્યું હતું અને દંડ ભરવાની આનાકાની કરી હતી. વીડિયો જિલ્લાના પ્રાંતિજનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. વ્યક્તિને રોડ પર આ રીતે નાટક કરતો જોઈને લોકો એકઠા થયા હતા અને વીડિયો ઉતાર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: વડોદરા પોલીસ દ્વારા માસ્કનો દંડ ઉઘરાવતા વેપારીઓમાં રોષ
વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાઈરલ
ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે પોલીસ તંત્ર આ મામલે હવે ઠોસ પગલાં લઈ રહ્યા છે તેમજ માસ્ક વિના જો કોઈ પણ વ્યક્તિ મળી આવે તો તેને એક હજાર દંડ કરવામાં આવે છે ત્યારે પ્રતિ વિસ્તારમાં પણ એક હજારનો દંડ ફટકારતા આ યુવક જાહેરમાં નાટક કરતા તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો: ભાવનગર શહેરમાં 15 દિવસમાં 50 લાખનો માસ્કનો દંડ વસૂલાયો
યુવકને રસ્તા વચ્ચે ધૂણતા જોઈ લોકો થયા એકઠા
પ્રાંતિજ વિસ્તારમાં કોઈ ઓવરબ્રિજ નીચે પોલીસે માસ્ક વિનાના ઝડપેલા યુવકની એક હજાર રૂપિયાનો દંડ ફટકારતા તેને રસ્તા વચ્ચે ધૂણવાની શરૂઆત કરી હતી તેમજ જમાદારને કાયદો જાણતા હોવાની વાત કરી દંડની રકમ વધુ હોવાની અલગ અંદાજમાં રજૂઆત કરતો જોવા મળ્યો હતો. જેના પગલે સોશિયલ મીડિયામાં વીડિયો ખૂબ વાઈરલ થઇ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં યુવકને પૈસા ન આપવા પડે તે માટે નાટક દ્રશ્યમાન થાય છે.