ETV Bharat / state

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ભેખડ ધસી પડતા બે શ્રમિકના મોત - well news

સાબરકાંઠાના ખેડબ્રહ્માના કલ્લેકા ગામના સીમાડામાં કૂવાના ખોદ કામ દરમિયાન માટી ઘસવાને પગલે બે શ્રમિક દટાયા છે. જેના પગલે સ્થાનિક તંત્રને જાણ થતા તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે. તેમજ બચાવકામ હાથ ધર્યું છે.

કૂવાના ખોદ કામ દરમિયાન માટી ધસવાને પગલે બે શ્રમિક દટાયા

author img

By

Published : May 29, 2021, 2:02 PM IST

  • સાબરકાંઠાના ખેડબ્રહ્માના કલ્લેકા ગામનો બનાવ
  • કૂવાના ખોદ કામ દરમિયાન માટી ધસવાને પગલે બે શ્રમિક દટાયા
  • સ્થાનિક તંત્રને જાણ થતા તંત્ર ઘટના સ્થળે

સાબરકાંઠા: જિલ્લાના ખેડબ્રહ્માના કલ્લેકા ગામના સીમાડામાં આજે કૂવાનું ખોદ કામ કરવા જતાં અચાનક માટી ધસવાથી બે શ્રમિક દટાયા છે. જેના પગલે સ્થાનિક તંત્રને જાણ કરાતાં હિટાચી સહિતની સામગ્રીથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: પોતાના સોપારીના છોડને બચાવવા માટે ગૌરીએ ખોદ્યા કૂવા

બન્ને મજૂરો પૈકી એક પણ વ્યક્તિ બહાર આવી શક્યા નથી

સાબરકાંઠાના ખેડબ્રહ્મા કલ્લેકા ગામની સીમમાં કૂવો ખોદવા દરમિયાન અચાનક માટી ધસી પડતાં શ્રમ કામ કરી રહેલા બે મજૂરો દટાયા હતા. જો કે તાત્કાલિક ધોરણે જાણ કરતા ખેડબ્રહ્મા પાલિકા તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે. તેમજ હિટાચી જેવા મશીનો કામે લગાડી બચાવ કામગીરી હાથ ધરાઇ છે. જો કે હજી સુધી બન્ને મજૂરો પૈકી એક પણ વ્યક્તિ બહાર આવી શક્યા નથી.

આ પણ વાંચો: વહી જતાં વરસાદી પાણીથી કૂવા અને બોર રિચાર્જ કરાયા, જૂઓ કચ્છના એક ગામની ભગીરથ ગાથા

બનાવ પ્રત્યે જાગૃત થવાની જરૂરિયાત

જો કે દિન-પ્રતિદિન માટી ધસવાને પગલે કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આવા બનાવ પ્રત્યે જાગૃત થવાની જરૂરિયાત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.