- સાબરકાંઠાના ખેડબ્રહ્માનો બનાવ
- ખેડબ્રહ્માના કલ્લેકા ગામે કૂવામાં માટી ધસી પડતાં બેના મોત
- વહીવટી તંત્ર દ્વારા બેના મૃતદેહ બહાર લવાયા
સાબરકાંઠા: ખેડબ્રહ્માના કલ્લેકા ગામના સીમાડામાં કુવો ખોદતા માટી ધસી પડતાં બે શ્રમિકો દટાયા હતા જેના પગલે સ્થાનિક તંત્રને જાણ કરાતા તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું તેમજ મશીન દ્વારા ખોદકામ કરી દટાયેલા શ્રમિકોની શોધ ખોળ હાથ ધરાઈ હતી. જેના પગલે કલાકોની જહેમત બાદ બે શ્રમિકોને મૃત હાલતમાં બહાર લવાયા હતા. જોકે, સ્થાનિક તંત્ર અને ખેડબ્રહ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વલસાડમાં મોર્નિંગ વોક કરવા ટેરેસ પર ગયેલી મહિલા બિલ્ડિંગ ઉપરથી પટકાતા મોત
ખેડબ્રહ્મા વિસ્તારમાં પ્રોટેક્શન દીવાલ જરૂરી
સામાન્ય રીતે કોઈપણ જમીન ઉપર કૂવો થતો હોય ત્યારે આસપાસની જમીન ધસી ન પડે તે માટે પહેલેથી તૈયારીઓ કરાતી હોય છે. જોકે, ખેડબ્રહ્મા વિસ્તારમાં પથ્થરનો ભાગ વધુ હોવાના પગલે સિમેન્ટ કામ કરાતું નથી. જેના પગલે માટી ધસી પડવાની ઘટનાઓ બનતી હોય છે. જોકે, કુવો બનાવતી વખતે સિમેન્ટ દ્વારા ચોક્કસ દીવાલ ઊભી કરવામાં આવે તો માટી ધસી પડવાના બનાવો બનતા નથી. ત્યારે ખેડબ્રહ્માના કલ્લેકા ગામે બનેલો બનાવ આગામી સમયમાં સ્થાનિક વિસ્તારમાં બનવા જઇ રહેલા કુવા માટે લાલબત્તી સમાન છે. આગામી સમયમાં આ વિસ્તારમાં કુવો બનાવવાની સાથોસાથ ચોક્કસ દીવાલ બને તો શ્રમિકોના મોતની ઘટના નિવારી શકાય તેમ છે.
આ પણ વાંચો: સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ભેખડ ધસી પડતા બે શ્રમિકના મોત