ETV Bharat / state

હિંમતનગરમાં જાહેરમાં ફાયરિંગ કરનારા 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ - હિંમતનગરમાં જાહેરમાં ફાયરિંગ

સાબરકાંઠા: હિંમતનગરમાં જાહેરમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરનારા ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. સાબરકાંઠા LCB પોલીસને સફળતા મળી હતી. તેમજ આરોપીઓ પાસેથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

etv bharat
સાબરકાંઠાના હિંમતનગરમાં જાહેરમાં ફાયરિંગ કરનારા 3 આરોપી ઝડપાયા
author img

By

Published : Dec 26, 2019, 10:29 PM IST

જાહેર રસ્તા ઉપર બે બાઇક ચાલકોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી સમગ્ર શહેરમાં સનસનાટી સર્જી હતી, જેના પગલે હિંમતનગર સહિત સમગ્ર જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે, સમગ્ર ઘટનાની જીણવટપૂર્વક તપાસ કર્યા બાદ કૃષ્ણા શુઝ હાઉસ બહાર રખાયેલા CCTV ફુટેજમાં આરોપીઓ ફાયરિંગ કરતા ઝડપાયા હતા. જેના પગલે જિલ્લા પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

સાબરકાંઠાના હિંમતનગરમાં જાહેરમાં ફાયરિંગ કરનારા 3 આરોપી ઝડપાયા

પોલીસને બાતમીના આધારે ત્રણ આરોપીઓ વડાલીના ધરોઈ ત્રણ રસ્તા પાસે હોવાની બાતમી મળતા ત્રણેય આરોપીઓને એક સાથે ઝડપી લેવાયા હતા. તેમજ આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરી હતી. સાથે સાથે આરોપીઓનો ઈતિહાસ તપાસતા ત્રણે આરોપીઓ સામે અમદાવાદ સહિત ગાંધીનગર વડાલી અને હિંમતનગરમાં વિવિધ ગુનાઓમાં સંડોવણી હોવાનું ખુલ્યું હતું.

Intro:સાબરકાંઠાના હિંમતનગરમાં દસ દિવસ અગાઉ જાહેરમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરનારા ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે તેમજ આરોપીઓ પાસેથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છેBody:

સાબરકાંઠાના હિંમતનગરમાં દસ દિવસ અગાઉ સાંજના સમયે જાહેર રસ્તા ઉપર બે બાઇક ચાલકોએ ત્રણ રાઉન્ડ ફાયર કરી સમગ્ર શહેરમાં સનસનાટી સર્જી હતી જેના પગલે હિંમતનગર સહિત સમગ્ર જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે સમગ્ર ઘટનાની જીણવટપૂર્વક તપાસ કર્યા બાદ કૃષ્ણ શુઝ હાઉસ બહર રખાયેલા સીસીટીવી ફુટેજમાં આરોપીઓ ફાયરિંગ કરતા ઝડપાયા હતા જેના પગલે જિલ્લા પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી જો કે દસ દિવસ બાદ પોલીસને બાતમીના આધારે ત્રણ આરોપીઓ વડાલીના ધરોઈ ત્રણ રસ્તા પાસે હોવાની બાતમી મળતા ત્રણેય આરોપીઓને એક સાથે ઝડપી લેવાયા હતા તેમજ આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરી હતી સાથોસાથ આરોપીઓ નો ઈતિહાસ તપાસતા ત્રણે આરોપીઓ સામે અમદાવાદ સહિત ગાંધીનગર વડાલી અને હિંમતનગરમાં વિવિધ ગુનાઓમાં સંડોવણી હોવાનું ખુલ્યું હતું તેમજ જાહેરમાં ફાયરિંગ કરવા માટે વરલી મટકાનો બાકી હિસાબ ન આપવાનું કારણ બહાર આવ્યું હતું જોકે હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી હજુ પણ ગુનાહિત ઈતિહાસ સહિત વરલી મટકાના ગુનામાં પણ જવાબદાર લોકો સામે પગલાં ભરવાની તજવીજ હાથ ધરી છે

બાઈટ ચૈતન્ય માંડલીક જિલ્લા પોલીસ વડા સાબરકાંઠાConclusion:જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસે જાહેરમાં ફાયરિંગ કરનારા આરોપીને ઝડપી લઈ કાયદાનો જાહેરમાં ઉલ્લંઘન કરનારાઓને જેલની પાછળ ધકેલવામાં સફળતા મેળવી છે ત્યારે આગામી સમયમાં જિલ્લામાં અન્ય બદીઓ સામે પણ ઠોસ પગલા લેવાય તે જરૂરી છે જોકે આવા ઠોસ પગલાં ક્યારે લેવાશે એ તો સમય બતાવશે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.