ETV Bharat / state

Ramayana Arvind Trivedi: લંકેશ સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીના મકાનમાં ઘરફોડ - Ramayana Arvind Trivedi

Lankesh in Ramayana serial: લંકેશના ઉપનામથી જગવિખ્યાત બની ચૂકેલા સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીના અન્નપૂર્ણા નામ ધરાવતા મકાનમાં ચોરી થયાના પગલે સમગ્ર ઈડર સહિત સાબરકાંઠા જિલ્લામાં હડકમ સર્જાયો છે. જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે ફરિયાદ થતા વધુ તપાસ હાથ ધરી છે. જો કે ઘરફોડ કરનારા ઈસમોએ લંકેશના મકાનમાંથી રામ પાદુકાઓથી લઈ મુગટ સુધીની તમામ સ્મૃતિ ચિન્હો અને અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરાયાના પગલે પરિવારજનો સહિત શહેરીજનોમાં પણ ભારે ખળભળાટ સર્જાયો છે. theft in house of late Arvind Trivedi

Ramayana Arvind Trivedi
Ramayana Arvind Trivedi
author img

By

Published : Feb 6, 2023, 10:53 PM IST

લંકેશ સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીના મકાનમાં ઘરફોડ

સાબરકાંઠા: જિલ્લાના ઇડર તાલુકાના વતની તેમજ લંકેશના નામથી જગવિખ્યાત બની ચૂકેલા સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીના મકાનમાં ઘરફોડ કરનારા ઈસમોએ તાળું તોડી ચોરી કરાયેલાના પગલે પરિવારજનો સહિત સમગ્ર શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે. જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વતી ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરાઈ છે. ત્યારે ઇડરના અન્નપૂર્ણા બંગ્લોઝમાં ભગવાન શ્રીરામના ચરણ પાદુકા સહિત છત્ર અને મુગટની ચોરી કરી છે.

મેડલોની પણ ચોરી: સાથોસાથ સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીને જગવિખ્યાત થયાના પગલે મળેલા વિવિધ સ્મૃતિચિન્હો સહિત મેડલોની પણ ચોરી કરાઈ છે. જોકે આ મામલે તેમના પરિવારજનો મહારાષ્ટ્ર મુંબઈથી ઈડર ખાતે દોડી આવતા પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે અંદાજિત સાડા ચાર લાખથી વધારેની ચોરી થયાનો પ્રાથમિક અંદાજ સેવાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ બંધ મકાનમાં ચોરી કરનાર કોઈ જાણ ભેદો હોવાની પણ વાતો ચર્ચાઈ રહી છે. આ મામલે હાલમાં પોલીસ ફરિયાદ અપાયા બાદ પરિવારજનો પણ ચોર ઈસમ સુધી પહોંચવાની અપીલ કરતા નજરે પડ્યા છે.

Chapra Crime News: છપરા મોબ લિંચિંગ કેસના તમામ અપડેટ અને રાજકારણ

લંકેશ તરીકેના ઉપનામથી જાણીતા: જોકે એક તરફ સમગ્ર વિશ્વમાં લંકેશ તરીકેના ઉપનામથી જાણીતા બનેલા સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીને કેટલાય પ્રમાણપત્ર દસ્તાવેજ સહિત વિવિધ દેશોમાંથી મેડલો પણ એનાયત કરાયા હતા. સાથોસાથ સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદી ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત હોવાના પગલે શ્રીમદ મોરારીબાપુના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરાયેલ ભગવાન શ્રી રામજીનો ચાંદીનું છત્ર, રુદ્રાક્ષની માળા, રામજીની ચરણ પાદુકા, ચાંદીનો મુગટ, ચાંદીનો રથ, હાથના ચાંદીના કડા, ચાંદીનો એવોર્ડ, ડિજિટલ કેમેરો સહિત 15000 હજાર રોકડની ચોરી સાથે કુલ 4.50 હજારની ચોરી ચોરી થઈ છે.

Woman Sells Granddaughter: સગી નાની બની સોદાગર, 55000 રૂપિયામાં કર્યો માસુમનો સોદો

ઈડર પોલીસે આ મામલે પોલીસ ફરિયાદ નોંધી છે તેમજ ઘટનાસ્થળે પહોંચી ચોર ઇસમો સુધી પહોંચવા ગતિવિધિઓ તેજ કરી છે ત્યારે હાલના તબક્કે ઇડર પોલીસે આ મામલે સ્થાનિકો સહિત વિવિધ નિવેદનો લઈ પોલીસ કામગીરીની શરૂઆત કરી છે જોકે હજુ સુધી પોલીસ દ્વારા આ મામલે ચોક્કસ ઘરફોડ કરનારા ચોર ઇસમો દ્વારા ચોરી થઈ છે તે નક્કી કરાવી નથી પરંતુ આગામી સમયમાં ચોરો સુધી પહોંચવા પ્રયત્નો શરૂ કર્યા છે.

છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આગામી સમયમાં આ મામલે ગુનાનો ભેદ ઉકેલાય તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે ત્યારે જોવું એ રહે છે કે આ મામલે આગામી સમયમાં પરિવારજનો સહિત ઈડરની જનતાને કેટલો અને કેવો ન્યાય મળે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.