શરીર પર આમ તો લોકોને અવનવા ટેટુ ચિતરવાનો ગજબનો શોખ હોય છે, અને એટલે જ પોતાના ગમતી ડીઝાઇનથી લઇને પોતાના પ્રિય પાત્રના નામ સુધી શરીરના અંગો પર ચિતરાવતા હોય છે. પરંતુ સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં તો યુવાનોમાં હાલમાં ચુંટણીના માહોલને લઈને અનોખો ક્રેઝ દરશાવ્યો છે.
હિંમતનગર શહેરમાં યુવાનોએ પોતાના હાથ પર જ મોદીના ચહેરા અને 'મૈં હુ ચૌકીદાર'ના સ્લોગનને ચિતરાવી રહ્યા છે. ટેટુના આ ચિતરામણનો ક્રેઝ પણ PM નરેન્દ્ર મોદીએ આપેલા સુત્ર 'મૈં હું ચોકીદાર' થી પ્રેરાઇને એ સુત્રને પોતાના શરીર પર જ ચિતરાવી દીધા છે.
એક તરફ યુવાનો સોશીયલ મીડીયામાં તો હાલમાં 'મોદી હૈ તો મુમકીન હૈ' અને 'મૈ હુ ચોકીદાર'ના સ્લોગનને ખુબ ફેલાવી રહ્યા છે. પણ હવે તે સુત્ર મોબાઇલની સ્ક્રીન પર જ નહી પણ યુવાનોના શરીર પર પણ ટેટુ સ્વરુપે જોવા મળી રહ્યા છે.
યુવાનોમાં વધેલા આ ક્રેઝને લઇને હિંમતનગર શહેરમાં આવેલા વીકુમાર સલુને તો મફતમાં જ ટેટુને ચિતરી આપવાની જાહેરાત સોશીયલ મીડીયા પર કરી દેતા યુવાનો પણ હવે સલુનમાં ભીડ જમાવી રહ્યા છે, અને 300થી વધુ યુવાનોએ સ્લોગનને ટેટુ સ્વરુપે ચિતરાવી દીધા છે. અને આવનારી લોકસભાની ચુંટણી દરમયાન આમ અનોખી રીતે વડાપ્રધાનને પોતાનુ સમર્થન કરી રહ્યા છે. ત્યારે યુવાનોને મફતમાં ટેટુ ચિતરવામાં આવતા ક્રેઝને જાણે કે પ્રોત્સાહન મળી રહ્યુ છે.