ETV Bharat / state

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મામા ભાણેજ સામસામે, આજે મતદાન યોજાયું - RAJKOT NEWS

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં સહકાર પેનલના જયોતીન્દ્ર મહેતા(મામા) અને સંસ્કાર પેનલના કલ્પક મણિઆર(ભાણેજ) સામસામે આવ્યા છે.

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી પ્રક્રિયા
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી પ્રક્રિયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2024, 4:06 PM IST

રાજકોટ: આજે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જૂથવાદ સામે આવ્યો છે. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો જયોતીન્દ્ર મહેતા (મામા) અને સંસ્કાર પેનલનો કલ્પક મણિઆર (ભાણેજ) સંચાલન કરે છે. 28 વર્ષ બાદ આ ચૂંટણી યોજવામાં આવી છે. જેમાં 21 ડિરેક્ટરોની બેઠક સામે સહકાર પેનલમાંથી 21 ઉમેદવારો તો સંસ્કાર પેનલમાંથી 11 ઉમેદવારો ફાઇનલ થયા છે. 6 બેઠક અગાઉ જ બિન હરીફ થઈ ગઈ છે. તો સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના નામ રદ કર્યા બાદ આજે મતદાન યોજાયું હતુ.

સ્વયંસેવકોથી આ બેંક ચાલે છે: જ્યોતીન્દ્ર (મામા) સામે પડેલા (ભાણેજ) કલ્પક મણિઆરે જણાવ્યું હતું કે, 'રાજકોટ નાગરિક સહકારી બેંકમાં 10 લાખ લોકોનું હિત જોડાયેલું છે અને આ બેંકને કૌભાંડ મુક્ત કરવામાં આવે તે માટેની અમારી લડાઈ છે. સ્વયંસેવકોથી ચાલતી આ બેંક છે. જેથી આમાં કૌભાંડો જરા પણ ચલાવી ન શકાય. RBI એ ક્લીન ચીટ આપી, તે વાત સદંતર ખોટી છે, કારણ કે 13 મી સપ્ટેમ્બરે RBIના ચીફ જનરલ મેનેજર સાથેની બેઠક હતી અને તેમાં ફરીથી ઓડિટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.'

ઉપરાંત, આજે સહકાર પેનલના માધવ દવેએ જણાવ્યું હતું કે, 'રાજકોટ નાગરિક સહકારી બેંકમાં કોઇ જ કૌભાંડો થયા નથી. બેંકને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે. પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજવામાં આવ્યું હતું.'

રાજકોટ ઉપરાંત મોરબી, જસદણ, જેતપુર, અમદાવાદ, સુરત અને મુંબઈમાં આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકની બ્રાન્ચ ખાતે ચૂંટણી માટે મતદાન થયું હતું. આ બેંકમાં 3.37 લાખ સભાસદો એટલે કે શેર હોલ્ડર છે.

આ પણ વાંચો:

  1. દુષ્કર્મ ગંભીર ગુનો છે, કેસ રદ્દ કરતા પહેલા સમાધાનની તપાસ કરવી જોઈએ, સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
  2. જસ્ટિસ અમરનાથ ગૌરે દરરોજ સરેરાશ 109 કેસનો નિકાલ કરીને, 'વન્ડર બુક ઓફ રેકોર્ડ્સ'માં પોતાનું નામ નોંધાવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.