ETV Bharat / state

અમરેલીના બગસરામાં બોલેરો પલટી જતા અકસ્માત, 1નું મોત અને 11 ઇજાગ્રસ્ત - BOLERO OVERTURNED IN BAGSARA

અમરેલીના બગસરામાં વધુ એક અકસ્માત સર્જાયો છે, 12 મુસાફરો ભરેલી બોલેરો પલટી જતા 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે જ્યારે 1 મહિલાનું મોત થયું હતું.

અમરેલીના બગસરામાં બોલેરો પલટી જતા અકસ્માત થયો
અમરેલીના બગસરામાં બોલેરો પલટી જતા અકસ્માત થયો (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2024, 4:07 PM IST

અમરેલી: જિલ્લામાં અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી રહે છે, ત્યારે બગસરા વિસ્તારની અંદર વધુ એક અકસ્માત સર્જાયો છે.

મળતી માહિતી મુજબ વડીયા તાલુકાના પીપળીયા ગામેથી ખોડિયાર મંદિર પાસે 12 મુસાફરો ભરેલી એક બોલેરો પિકઅપ જઇ રહી હતી ત્યારે બગસરાના હડાળા નજીક આ બોલેરો પિકઅપ પલટી મારી ગઈ હતી, જેથી અકસ્માત સર્જાયો હતો.

અમરેલીના બગસરામાં બોલેરો પલટી જતા અકસ્માત થયો (Etv Bharat gujarat)

બોલેરો પલટી જતા અકસ્માત થયો

બોલેરો પિકઅપમાં મુસાફરી કરી રહેલા 12 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે 1 મહિલાનું ઘટના સ્થળે મૃત્યું નિપજ્યું છે. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યારે 4 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેઓને સ્થાનિક સારવાર કેન્દ્રમાં ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતમાં અન્ય ઇજાગ્રસ્ત 7 મુસાફરોને બગસરાની સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

આ પણ વાંચો:

  1. બોપલની 22 માળની 'ઇસ્કોન પ્લેટિનમ' માં ભીષણ આગ, એક મહિલાનું મૃત્યુ, એક બાળકી ICU માં
  2. ખેડામાં ગમખ્વાર અકસ્માત! ટેમ્પો અને રિક્ષા વચ્ચે અથડામણમાં બે ના મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.