ETV Bharat / state

સાબરકાંઠાના ગાભોઈમાં સોના સામે ધિરાણ આપતી ફાઈનાન્સ કંપનીનું ઊઠમણું - gujarati news

સાબરકાંઠાઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખેડૂતો અને શ્રમજીવી પરીવારોના નાણાને એક ફાઈનાનસ કંપની ચાંઊ કરી ગઈ છે. ગાભોઈ પોલીસ સ્ટેશનમાં ગોથાંજી નિધિ ગ્લોબલ કોર્પોરેટ ઓફિસ ધરાવતી ફાઈનાન્સ લિમિટેડ કંપનીના 10 સંચાલકો સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં બંને જિલ્લાના 50 કરોડથી વધુ રૂપિયા ફસાતા પ્રજાજનોની હાલત કફોડી બની છે.

ફાઈનાન્સ કંપનીનું ઊઠમણું
author img

By

Published : Aug 6, 2019, 11:43 PM IST

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શહેરી વિસ્તારોમાં અને તાલુકા મથકોએ ભપકાદાર ઓફિસ ખોલી ગોલ્ડ પર ફક્ત 1 % વ્યાજે લોન આપી કરોડો રૂપિયા ફિક્સ ડિપોઝીટ પેટે ઉઘરાવ્યા હતા. લોકો સાથે છેતરપિંડી કરી છેલ્લા સપ્તાહથી વધુ સમયથી તમામ ઓફિસને તાળા મારી રફુચક્કર થતા ફાઈનાન્સ લિમિટેડ કંપનીએ ઉઠમણું કર્યું છે.

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં સસ્તા દરે ગોલ્ડ પર ધિરાણ મેળવનાર લોકો ફસાઈ ગયા છે. લોનના હપ્તા ભરાઈ ગયા પછી ગોલ્ડ અને સોનાના દાગીના પરત માંગતા ફાઈનાન્સ પેઢીના માલિક અને કર્મચારીઓ ગલ્લાતલ્લા કરતી ગ્રાહકોને ગોલ્ડ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ખાનગી પેઢીના બંને માલિકો ઘરને તાળા મારી સપ્તાહ પહેલા રાજસ્થાનની વાટ પકડી લીધી છે.

ફાઈનાન્સ પેઢીના માલિકોએ ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાજનોને લૂંટવા ઠેર ઠેર એજન્ટ્સની નિમણૂંક કરી હતી. ગરીબ અને ભોળી પ્રજાને કંપનીમાં રોકાણ કરવા નિતનવા નુસ્ખા અપનાવી ફાઈનાન્સ કંપનીના પરપ્રાંતીય સંચાલકો કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી ગાયબ થઈ જતા લોકોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે .

ગ્રામ્ય વિસ્તારોમાં વેપારીઓ, ખેડૂત, શ્રમજીવી પરિવારોની બચત ફાઈનાન્સ કંપનીએ વર્ષે દહાડે મોટું વળતર આપવાની લાલચ આપી અને સ્થાનિક ગામના એજન્ટોએ રૂપિયા ઉઘરાવી લેતા ખેડૂતો અને શ્રમજીવી પરિવારો પોતાની પરસેવાની કમાણી ડૂબી જતા દયનિય હાલતમાં મુકાયા છે.

Intro:સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારના ગાભોઈ પોલીસ મથકે ગોથાંજી નિધિ ગ્લોબલ કોર્પોરેટ ઓફિસ ધરાવતી ફાઈનાન્સ લિમિટેડ કંપની ના 10 સંચાલકો સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં બંને જીલ્લાના ૫૦ કરોડથી વધુ રૂપિયા લોકોના ફસાતા પ્રજાજનોની હાલત કફોડી બની છે . Body:સાબરકાંઠા અરવલ્લી જીલ્લામાં શહેરી વિસ્તારોમાં અને તાલુકા મથકોએ ભપકાદાર ઓફિસ ખોલી ગોલ્ડ પર ફક્ત ૧ % વ્યાજે લોન આપી વિશ્વાસ કેળવી લોકો પાસેથી ઉંચા વ્યાજ આપવાની લાલચ આપી કરોડો રૂપિયા ફિક્સ ડિપોઝીટ પેટે ઉઘરાવ્યા હતા . લોકો સાથે છેતરપિંડી કરી છેલ્લા સપ્તાહથી વધુ સમયથી તમામ ઓફિસને તાળા મારી રફુચક્કર થતા ફાઈનાન્સ લિમિટેડ કંપનીએ ઉઠમણું કર્યું છે.જેના પગલે10 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.

સાબરકાંઠા - અરવલ્લી જીલ્લામાં સસ્તા દરે ગોલ્ડ પર ધિરાણ મેળવનાર લોકો ફસાઈ ગયા છે . લોનના હપ્તા ભરાઈ ગયા પછી ગોલ્ડ અને સોનાના દાગીના પરત માંગતા ફાઈનાન્સ પેઢીના માલિક અને કર્મચારીઓ ગલ્લાતલ્લા કરી ગ્રાહકોને ૧ મહિના થી પરત મોકલતા ગોલ્ડ પણ ગુમાવવાનો વારો આવ્યો છે , ખાનગી પેઢીના બંને માલિકો ઘરને તાળા મારી સપ્તાહ પહેલા રાજસ્થાનની વાટ પકડી લીધી છે તેવી માહિતી મળી હતી .
ફાઈનાન્સ પેઢીના માલિકોએ ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાજનોને લૂંટવા બનાવેલી મોડસ ઓપરેન્ડી બંને જીલ્લાનાગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર એજન્ટ્સની નિમણૂંક કરી ગરીબ અને ભોળી પ્રજાને કંપનીમાં રોકાણ કરવા નિતનવા નુસ્મા અપનાવી ફાઈનાન્સ કંપનીના પરપ્રાંતીય સંચાલકો કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી ગાયબ થઈ જતા લોકોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે . Conclusion:ગ્રામ્ય વિસ્તારોમાં વેપારીઓ , ખેડૂત , શ્રમજીવી પરિવારોના ઘરે નાની બચત રૂપી રૂપિયા નાખવા બોક્સ મૂકી દર મહિને ખેડૂતોએ શ્રમજીવી પરિવારોએ કરેલી બચત ફાઈનાન્સ કંપનીમાં જમા કરાવવાની સામે વર્ષે દહાડે મોટું વળતર આપવાની લાલચ આપી અને સ્થાનિક ગામનાજ એજન્ટ ઉભા કરી રૂપિયા ઉઘરાવી લેતા ખેડૂતો અને શ્રમજીવી પરિવારોની પરસેવાની કમાણી ડૂબી જતા દયનિય હાલતમાં મુકાયા છે .
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.