ETV Bharat / state

શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર સરકાર પર કિસાન આંદોલન મામલે કર્યા આકરા પ્રહાર - લોક જનશક્તિ પાર્ટી

એક તરફ દિલ્હીમાં કિસાન આંદોલન ચાલી રહ્યું છે. જે મામલે હવે ગુજરાતના પૂર્વ સીએમ તેમજ લોક જનશક્તિ પાર્ટીના સર્વ શંકરસિંહ વાઘેલા રાજસ્થાન ખાતેથી 100 જેટલા સ્વયંસેવકોને દિલ્હી જન આંદોલનમાં મોકલી હિંમતનગર ખાતે નિવેદન આપ્યું હતું કે, આગામી સમયમાં કિસાનોની માંગ સરકાર નહીં સાંભળે તો બીજો જલિયાવાલા હત્યાકાંડ થવાની તૈયારીઓ છે. જેના પગલે સરકાર તાત્કાલિક ધોરણે ત્રણેય કાયદા દૂર કરી કિસાનોને ચોક્કસ ભાવ આપવાનો કાયદો ઘડે.

શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલા
author img

By

Published : Jan 7, 2021, 8:10 PM IST

  • સાબરકાંઠાના હિંમતનગરમાં શંકરસિંહ વાઘેલાનું નિવેદન
  • બીજો જલિયાવાલા હત્યાકાંડની સંભાવના
  • રાજસ્થાનમાંથી 100 સ્વયંસેવકોને આંદોલનમાં મોકલાયા
  • સરકાર સામે આકરા પ્રહાર

સાબરકાંઠા : કેન્દ્ર સરકાર સામે છેલ્લા 44 દિવસથી કિસાનોનું આંદોલન ચાલી રહ્યું છે. જેના પગલે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન તેમજ લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ પોતાના સૌથી વધારે કાર્યકર્તાઓને રાજસ્થાની રતનપુર બોર્ડરથી દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં રવાના કર્યા બાદ હિંમતનગર ખાતે નિવેદન આપ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર કિસાનોનો અવાજ દબાવી રહી છે. કિસાનોને જે બિલની જરૂરિયાત નથી તેવા ત્રણ કૃષિ કાયદા પસાર કરી દેવાયો હોવાના પગલે આગામી સમયમાં કિસાનો રોષ ભભૂકી ઉઠે તો વધુ એક જલિયાવાલા બાગ સર્જાય તેવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર આ મામલે પોતાની નૈતિક જવાબદારી સમજી તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવાની સાથે-સાથે એમએસપીના મુદ્દે નવીન કાયદો બનાવી કિસાનોના સમર્થનમાં આવવાની વાત કરી હતી. સાથોસાથ આગામી સમયમાં દિલ્હી સુધી આંદોલનમાં જવાની પણ તૈયારી બતાવી હતી. જોકે, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કિસાનોના અવાજ દબાવવાનું છોડી પોતાની જીદને બાજુ પર મૂકી તાત્કાલિક ધોરણે કાયદાઓ રદ કરવાની સાથોસાથ કિસાનોની માંગી લેવાની હિમાયત કરી છે. જોકે, આગામી સમયમાં આ મામલે કેટલા અને કેવા પરિણામો સર્જાય છે એ તો સમય બતાવશે. પરંતુ શંકરસિંહ વાઘેલાના આ નિવેદનને પગલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે તે નક્કી છે.

શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર સરકાર પર કિસાન આંદોલન મામલે કર્યા આકરા પ્રહાર

દિલ્હીમાં કિસાન આંદોલન યથાવત

દિલ્હીમાં છેલ્લા 44 દિવસથી ચાલી રહેલા કિસાન આંદોલનના સમર્થનમાં શંકરસિંહ વાઘેલાએ રાજસ્થાની રતનપુર ચેકપોસ્ટ ખાતેથી સૌથી વધારે સમર્થકોને રવાના કર્યા બાદ હિંમતનગર ખાતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કિસાનોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. જે આગામી સમયમાં ચલાવી લેવાશે નહીં તેમજ કિસાનોની નારાજગી હોવા છતાં કૃષિ કાયદાઓ થોપવા તે લોકશાહીનું હનન છે અને તે ચલાવી લેવાશે નહીં.

સરકારને રાજીનામું આપવાની કરી માંગ

સતત 44 દિવસથી ચાલી રહેલા કિસાન આંદોલન મામલે શંકરસિંહ વાઘેલા હિંમતનગર ખાતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર આ મામલે સંપૂર્ણ નિષ્ફળ રહી છે. તેમજ સતત વિરોધાભાસ હોવા છતાં રાજ્ય સરકાર કિસાનોના મામલે નિષ્ફળ રહેવાની સાથે સાથે નૈતિક ફરજ સમજીને તાત્કાલિક ધોરણે રાજીનામું આપે તે જરૂરી છે. કિસાનોની જરૂરિયાત ન હોય તેવા ત્રણ કાયદાઓ રજૂ કરાયેલા પગલે આગામી સમયમાં જલિયાવાલા બાગ જેવી કોઇ મોટી દુર્ઘટના સર્જાય તેવી સંભાવના છે. જેના પગલે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ.

આગામી સમયમાં દિલ્હી સુધી જવું પડશે

એક તરફ દિલ્હીમાં સતત પડી રહેલી ઠંડીની વચ્ચે 44 દિવસથી ચાલી રહેલા આંદોલનના મામલે કોઈ નિવેડો ન આવતાં જ શંકરસિંહ વાધેલાએ જણાવ્યું હતું કે, હાલમાં કિસાનોના મામલે કોઇપણ વ્યક્તિ બોલવા જાય તો પોતાનો અવાજ દબાવી દેવા પોલીસને કામે લગાડાય છે જે લોકશાહીનું અપમાન છે. સાથો સાથ આગામી સમયમાં ચોક્કસ ઉકેલ ન આવે તો દિલ્હી સુધી જવાની પણ તૈયારી કરી લીધી છે.

રાજકારણમાં ગરમાવો

શંકરસિંહ વાઘેલાએ આજે દિલ્હી તરફ પ્રયાણ કર્યાના પગલે ગુજરાતભરના રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો હતો. જોકે, શંકરસિંહ વાઘેલાએ રાજસ્થાનની રતનપુર ચેકપોસ્ટથી પરત આવ્યા બાદ આપેલા નિવેદનને પગલે પણ ગરમાવો યથાવત રહ્યો છે. સાથોસાથ આગામી સમયમાં દિલ્હી સુધી પહોંચવાની વાત કરતાં હવે કિસાનોના સમર્થનમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આવતા સ્થાનિક રાજકારણમાં પણ ખળભળાટ સર્જાયો છે. જોકે, હવે જોવાનું એ રહે છે કે, આગામી સમયમાં સરકાર તેમજ કિસાનો વચ્ચેના આઘાત પ્રત્યાઘાત વચ્ચે કિસાનોના ભાગે કેટલી આત્મનિર્ભરતા આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.