સામાન્ય રીતે શ્રાવણ માસમાં શિવ તેમજ શિવ મંદિરો નો વિશેષ મહિમા રહેલો છે. તેમજ આ મહિનામાં ભગવાન શિવની પાણીથી લઇ બિલિપત્ર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થતા હોવાની વાયકાઓ છે. સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં થઈ રહેલા ગંગાનો જળાભિષેક સ્થાનિકોને દર્શન કરવા માટે પ્રભાવિત કરે છે. એટલું જ નહીં આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા સપ્તેશ્વર ને પ્રવાસન ધામ સ્વીકારાયું છે. સ્થાનિક ટ્રસ્ટી ગણ દ્વારા બનાવાયેલા કુંડમાં ભૂગર્ભ ગંગાનું પાણી આવે છે અને ભક્તજનો સ્નાન કરી પોતાને ભાગ્યશાળી ગણાવે છે.
શ્રાવણ માસમાં દેવાધિદેવની ભક્તિમાં ભક્તો લીન બને છે. ગુજરાતના એકમાત્ર આસ્થા ધામ સપ્તેશ્વર મહાદેવના દર્શનથી જન્મોના પાપ દૂર થાય છે. માનવ જીવનનો ઉદ્ધાર કરવા સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા જરૂરી બની રહે છે.